ભારતીય બિઝનેસમેન મુકેશ ધીરુભાઈ અંબાણી દુનિયાનાં સૌથી અમીર વ્યક્તિમાંથી એક છે. જાણકારી પ્રમાણે તેમની કુલ સંપત્તિ ૪૩.૩ બિલિયન યુએસડી છે. યમન માં જન્મેલા મુકેશ અંબાણીના બિઝનેસ અને લાઈફ સ્ટાઈલ વિશે દરેક લોકો જાણે છે પરંતુ કદાચ તમને ખબર નહિ હોય કે તેમની ફુડ હેબિટ સામાન્ય લોકો જેવી જ છે.
તે ગુજરાતમાંથી આવે છે પરંતુ તેમની પસંદગીનું ભોજન સાઉથ ઇન્ડિયન છે. તેમનું સ્ટ્રીટ ફુડ ખુબ જ પસંદ છે. તેઓ ક્યાંય પણ જાય છે તો તે મોટાભાગે ઇન્ડિયન ફુડ જ ખાય છે. તે પોતાને વેજિટેરિયન જણાવે છે.
એક વેબસાઈટમાં છપાયેલા ઇન્ટરવ્યુ પ્રમાણે અંબાણીનાં ઘરમાં જમવાનું સૌરાષ્ટ્રના મહારાજ અને નેપાલી છોકરા દ્વારા બનાવવામાં આવે છે. જે સંપુર્ણ રીતે શાકાહારી હોય છે. તેમના ઘરમાં આવનારા દેશ અને દુનિયાના તમામ મહેમાનોને એ જ જમાડવામાં આવે છે. મુકેશ અંબાણી પ્રમાણે તે તેમના પિતા દ્વારા પ્રેરિત છે. તેમના ઘરમાં હંમેશા સાધારણ જમવાનું જ બને છે. મુકેશ અંબાણી બધું જ ખાઈ શકે છે. કોઈ મોટા રેસ્ટોરન્ટથી લઈને સ્ટ્રીટ ફુડ સુધી બધા જ વ્યંજન તેમને પસંદ છે.
મુકેશ અંબાણી કહે છે કે તેમની પત્નિ નીતા અંબાણી એ તેમને બધું જ ખાવા અને તેમની વેલ્યુ કરતા શીખવાડ્યું છે. તેમને ગ્વાલિયરનો ઢોસો, દિલ્હીની ચાંદની ચોકની ચાટ અને મૈસુર કેફેનું મટુંગા ખાવાનું પસંદ છે.
મુકેશ અંબાણી નાસ્તામાં પપૈયાનું જ્યુસ, બપોરે ભોજનમાં સુપ અને સલાડ, રાત્રે જમવામાં દાળ, રોટલી, ભાત, શાક જમે છે. તેને ખાવાનો ખુબ જ શોખ છે. જો રસ્તા પર કોઈ ફુડ સ્ટોલ હોય અને તેમને ખાવાની ઇચ્છા થાય તો તેઓ ત્યાં ઉભા રહીને પણ ખાવાનું પસંદ કરે છે.
મુકેશ અંબાણીને પોતાનો જન્મદિવસ ઉજવવો બિલકુલ પણ પસંદ નથી પરંતુ તે પોતાની પત્નિ નીતા અંબાણી અને બાળકોના જન્મદિવસની ઉજવણી ધામધુમથી કરે છે. મુકેશ અંબાણીનો પરિવાર પંડિત રમેશ ભાઈ ઓઝા સાથે આધ્યાત્મિક રીતે જોડાયેલો છે. સાથે જ તે સમયાંતરે તેમની પાસેથી સલાહ પણ લે છે. પંડિત રમેશ ભાઈ ઓઝા જ અંબાણી પરિવારનાં અનુષ્ઠાન જેવા કાર્ય કરે છે.
મુકેશ અંબાણીએ અમુક ઈન્ટરવ્યુમાં પોતાના રૂટીન વિશે જણાવ્યું હતું કે તે સવારે ૫ થી સાડા પાંચની વચ્ચે પોતાની પથારી છોડી દે છે, જે ખુબ જ સારી આદત છે. વહેલા ઉઠ્યા બાદ તે અને તેમની પત્નિ નીતા અંબાણી એન્ટિલિયામાં બનેલા જીમમાં લગભગ ૪૦ મિનિટ સુધી વર્કઆઉટ કરે છે. ત્યારબાદ મુકેશ અંબાણી સ્વિમિંગ પણ કરે છે અને છાપા પણ વાંચે છે. કહેવાય છે કે ૮ થી ૯ વાગ્યાની વચ્ચે તે પોતાનો નાસ્તો કરે છે. નાસ્તામાં પપૈયાનો રસ, લંચમાં સુપ અને સલાડ ડિનરમાં રોટી-શાક અને દાળ-ભાત ખાય છે.
કહેવાય છે કે સવારે ૯ થી ૧૦ વાગ્યાની વચ્ચે તે એન્ટિલિયાના ૧૪ માં માળે આવેલા પોતાના રૂમમાં ઓફિસ જવા માટે તૈયાર થાય છે. તેના વિશેની શ્રેષ્ઠ વાત એ છે કે તે તેની માતાના આશીર્વાદ લીધા બાદ જ ઓફિસ જવા રવાના થાય છે. આખો દિવસ કામ કર્યા બાદ તે ૧૦ થી ૧૧ વાગ્યાની વચ્ચે ઘરે પાછા આવે છે.
મુકેશ અંબાણી ઘરે ગમે એટલા મોડા આવે પણ નીતા અંબાણી અને મુકેશ અંબાણી સાથે જ ડિનર કરે છે. તેઓ મોટાભાગે રાત્રિ ભોજનમાં દાળ-ભાત, શાક-રોટલી જ ખાય છે. તેમણે ઈન્ટરવ્યુમાં એ પણ જણાવ્યું હતુ કે ડિનર બાદ તે નીતા અંબાણી સાથે વાતચીત પણ કરે છે. તેઓ તેમની સાથે પોતાનું કામ પણ શેર કરે છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.