ગુજરાતીઓના લોકપ્રિય ખજુર ભાઈ હમેશાં પોતાના વ્યક્તિત્વથી સૌનું દિલ જીતી લે છે. હાલમાં જ લગ્ન બાદ ખજુર ભાઈ પોતાના માતા અને પત્ની સાથે હનુમાનજીના દર્શન કરવા માટે પહોંચ્યા. આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તમે વિચારશો કે આખરે આ તસવીરોમાં શું ખાસ છે તો તમને જણાવી દઈએ કે આ મંદીરમાં લાગેલ તકતીના એવું લખ્યું છે કે જે વાંચીને ખજુર ભાઈ પ્રત્યે તમને લાગણી વધી જશે તેમજ તેમના વખાણ કરતા નહી થાકો.
તમને જણાવી દઈએ કે, લગ્ન બાદ ખજુર ભાઈ પોતાના પત્ની સાથે ફરવા જવાના બદલે જે મકાન અધૂરા છે તેમને પૂરા કરી રહ્યા છે. ખજુર ભાઈ જે પણ કાર્ય કરે છે, તેમાં લોક સેવાનો ભાવ રહેલો હોય છે. હનુમાનજીના મંદિરમાં લાગેલ તકતીમાં વાંચી શકશો કે હનુમાનજી મહારાજ મંદિરનો જીર્ણોધ્ધાર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ સવંત ર૦૭૯ જેઠ સુદ ૭ ને શનિવાર તા. ૨૭-૦૫-૨૦૨૩ ના રોજ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવેલ છે.
સૌથી ખાસ વાત એ છે કે, આ મંદિરના જીર્ણોદધાર રોવાના મુખ્ય સહભાગી શ્રી નીતીનભાઈ જાની (ખજુરભાઈ) તથા શ્રી તરૂણભાઈ જાની (લાલાભાઈ) દ્વારા કરવામાં આવેલ છે. ખરેખર લોક સેવાની સાથે ખજૂરભાઈ દેવકાર્ય પણ કરે છે.
તેમણે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો એ વાત વખાણવા લાયક છે પરંતુ ખજુર ભાઈ જે રીતે લોકોની મદદ કરે છે, એવી જ રીતે સૌ લોકો જરૂરિયાતમંદ ની મદદ કરે તે ભાવના સાથે મંદીરના ગર્ભગૃહમાં તેમજ મંદીરની બહાર તરફ એક ખૂબ જ સારો સંદેશ લખાવ્યો છે.
મંદિરમાં લાગેલ તકતીમાં વાંચી શકશો કે, અહીંયા હનુમાન દાદાને તમારે રાજી કરવા હોય તો મંદિરમાં એકપણ રૂપિયો મૂકશો નહીં. જો દાદાને રાજી કરવા હોય તો ગામડાના દિન દુઃખિયા ગરીબ વર્ગને મદદ કરો. દાદા તમારીમનોકામનાઓ પૂરી કરશે. આ વાત સો ટકા સાચી છે કારણ કે માનવ સેવા એજ પ્રભુ સેવા છે. ખજૂર ભાઈના વિચારો ને સો સો સલામ.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.