ક્રિકેટર વિરાટ કોહલી પત્ની અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે ઉજ્જૈન પહોંચ્યા છે. અહીં તેમણે મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલના આશીર્વાદ લીધા હતા. બંનેએ નંદી હોલમાં બેસીને બાબા મહાકાલના દર્શનના કર્યા અને સાથે ભસ્મારતી પણ કરી. વિરાટે ધોતી પહેરી હતી, માથે ચંદનનું ત્રિપુટ લગાવ્યું હતું અને ગળામા રુદ્રાક્ષની માળા ધારણ કરી હતી. અનુષ્કાએ સાધારણ સાડીમાં મહાકાલ બાબાના દર્શન કર્યા હતા.
ભસ્મ આરતી બાદ વિરાટ અને અનુષ્કા શર્માએ બાબા મહાકાલના ગર્ભગૃહમાં જઈને પૂજન અભિષેક કર્યો હતો. મંદિરમાંથી નીકળતા મીડિયાએ વાત કરવાની જગ્યાએ સીધા મહાકાલના દર્શન કરી રવાના થઈ ગયા હતા.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને મંદિરના પ્રદીપ પૂજારીએ પૂજા પાઠ કરાવ્યા હતા. આ અગાઉ ભારતીય ક્રિકેટના સભ્ય અને બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીના જમાઈ કેએલ રાહુલ અને પત્ની આથિયા શેટ્ટી સાથે બાબા મહાકાલના દર્શને આવ્યા હતા.
કેએલ રાહુલ-અથિયા શેટ્ટી લાંબો સમય સુધી નંદી હોલમાં બેસીને મહાકાલનું ધ્યાન કરતા રહ્યા હતા. બંને આખા મંદિર પરિસરમાં ફર્યા હતા. તેમને આશીષ પુજારી અને સંજય પુજારીએ પૂજન કરાવ્યું હતું. આપને જણાવી દઈએ કે, આ બંને પહેલી વાર મહાકાલ દર્શન કરવા ઉજ્જૈન ગયા હતા.
આપને જણાવી દઈએ કે, આ ઉપરાંત મંદિરમાં શનિવારે ભારે ભીડ હતી. મંદિરના કપાટ ભસ્મ આરતી દરમિયાન સવારે 4 કલાકે ખોલવામાં આવ્યા હતા. પૂજારીઓએ બાબા મહાકાલને જળ અભિષેક કર્યા બાદ દૂધ, દહીં, ઘીષ સાકાર અને તાજા ફુલોથી બનવા પંચામૃતથી પૂજન કર્યુ હતું.
બાબા મહાકાલને મહા નિર્વાણી અખાડામાં ભસ્મ અર્પિત કર્યું. માનવામાં આવે છે કે, ભસ્મ અર્પિત કર્યા બાદ ભગવાન નિરાકારથી સાકાર રુપમાં દર્શન આપે છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.