આખા ભારત દેશની સામાન્ય જનતા સુધી રામ જન્મભૂમિથી પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણ માટે કાર્ડ મોકલી આપ્યા છે. આ આમંત્રણ પત્રિકામાં આખા મંદિરનું વિવરણ આપવામાં આવ્યું છે. મંદિરની ઉંચાઈ, મંદિર કેવું હશે, તેમજ ત્યાં આખી રામાયણના દર્શન થશે.
રામ જન્મભૂમિ અયોધ્યાથી આમંત્રણ કાર્ડ ઘરે ઘરે આપવામાં આવી રહ્યા છે. જાહેર જનતાને પણ અપીલ કરી છે કે ઘરે દિવાળી જેવો માહોલ બને અને આ કાર્યમાં જોડાઈ શકીએ. પત્રિકામાં દર્શાવ્યું છે કે બધા લોકોએ અયોધ્યામાં જવું શક્ય નથી બનવાનું તો પોતાના ઘરે રામ મંત્રનો જાપ કરવો તેમજ આરતી કરવી, પ્રસાદ વિતરણ વગેરે કરવું તેવું જણાવવામાં આવ્યું છે.
અંદરના પાન પર 22 જાન્યુઆરીએ થનારા કાર્યક્રમોની રૂપ રેખા આપવામાં આવી છે, આ ઉપરાંત આ દિવસે પધરાનારા મુખ્ય મહેમાનોની યાદી પણ આપવામાં આવી છે. તો અંદરના એક પાનાં પર પ્રભુ શ્રી રામની તસવીર પણ આંખો સામે આવતી જોઈ શકાય છે. તો આ આમંત્રણ કાર્ડના એક ભાગમાં મહાનુભવો વિશેની માહિતી પણ તેમાં જોઈ શકાય છે.
કાર્ડના કવર પેજ પર બાળ સ્વરૂપમાં શ્રી રામ લલ્લાની તસવીર છે. તેમાં લખ્યું છે શાશ્વત આમંત્રણ, શ્રી રામ ધામ અયોધ્યા. લાલ રંગના આ કાર્ડ પર કેસરી રંગમાં મેસેજ લખવામાં આવ્યો છે.
સુરક્ષાના કારણોસર, આમંત્રણ પત્રમાં એક QR કોડ મૂકવામાં આવ્યો છે જેથી કરીને અન્ય કોઈ મહાનુભાવના વેશમાં મંદિરમાં પ્રવેશ ન કરી શકે. મહેમાનને સ્કેન કર્યા પછી જ અંદર જવા દેવામાં આવશે.કાર્ડની અંદર પીળા અક્ષતનું નાનું પેકેટ છે. પાર્કિંગમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે કાર્યક્રમના દિવસ માટે વાહન પાસ પણ આપવામાં આવ્યા છે.
આ આમંત્રણ અયોધ્યા રામ મંદિર ટ્ર્સ્ટ દ્વારા આપવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિ તમારા ઘરે આવીને કાર્ડ આપે તો તેને જય શ્રી રામ કહીને તેની પાસેથી કાર્ડ લો અને વિદાય આપો.
આ સૂચન એટલા માટે કરવામા આવે છે કે, કોઈ કાર્ડ આપવાના બહાને અસામજિક તત્વો તમારા ઘરમાં આવી ન જાય અને કોઈ નુકસાન ન પહોંચાડે. જય સીયારામ.રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણ પત્રમાં સંકલ્પ સંપોષણ પુસ્તિકા આપવામાં આવી છે, જેમાં વર્ષ 1528 થી 1984 દરમિયાન રામ જન્મભૂમિ ચળવળ સાથે જોડાયેલા 20 લોકોની ટૂંકી વિગતો છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.