Breaking News

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચ્યા શક્તિપીઠ અંબાજી મંદિર… અંબાજી માતાના દર્શન કરી પૂજા અર્ચના કરી

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજી ખાતે આજે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે મા અંબાનાં અને ગબ્બરના દર્શન કર્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીને , મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા યાત્રાધામ અંબાજી ખાતે આજે સવારે અમદાવાદથી હેલિકોપ્ટર દ્વારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દાંતા સુધી આવ્યા હતા.

ત્યારબાદ દાંતા હેલીપેડ ખાતે તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ મોટર માર્ગે અંબાજી આવ્યા હતા. ઇસ્કોન ગ્રુપના પ્રવીણ કોટક સાથે તેઓ અંબાજી મંદિરમાં આવ્યા હતા.

અંબાજી મંદિર ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં બપોરની આરતીનો લાભ લીધો હતો અને ત્યારબાદ તેમને અંબાજી મંદિરમાં વિશેષ પૂજા અર્ચન કરી હતી.

અંબાજીની મુલાકાતે આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી મંદિરમાં પૂજા અર્ચના અને દર્શન કર્યા બાદ તેઓ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા અને રક્ષા કવચ બંધાવ્યું હતું ત્યારબાદ અંબાજી મંદિરના શિખર ઉપર ધજા પણ ચઢાવી હતી.

તે પછી તેઓ ગબ્બર ખાતે પણ માતાજીના દર્શન કરવા ગયા હતા. અંબાજી મંદિરમાં તેમને માતાજીની પૂજા અર્ચના કરી ત્યારે મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. અંબાજી મંદિરના ગર્ભગૃહમાં ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા 2000 રૂપિયાની નોટ પણ માતાજીને ભેટ સ્વરૂપે ચઢાવી હતી.

મિડીયા સાથેની વાતચીતમાં તેમણે મા અંબા અને હનુમાનને યાદ પણ કર્યા હતા અને ગુજરાતના લોકોને પાગલ કહેવા ઉપર તેમને જવાબ પણ આપ્યો હતો. અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા તેમને માતાજીની છબિ પણ ભેટ સ્વરૂપે અપાઈ હતી.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

About admin

Check Also

ગુજરાતી ફેમસ અભિનેત્રી “જાનકી બોડીવાલા” ઘણી મહેનત અને પરિશ્રમ બાદ બની ફેમસ એક્ટ્રેસ! જાણો તેના સંઘર્ષની કહાની

તમે સૌ પ્રખ્યાત અભિનેત્રી જાનકી બોડીવાલાને તો જાણતા જ હશો. જણાવી દઈએ કે, તેનો જન્મ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *