Breaking News

રાત પડતાં જ કેમ ખાલી કરી દેવાય છે ચોટીલા પર્વત? કેમ નથી કરી શકાતું ત્યાં રાત્રિરોકાણ? જાણો આ મંદિર નું અદ્દભુત રહસ્ય

સુરેન્દ્ર નગર જિલ્લામાં આવેલુ ચોટીલાધામ. અહીં 64 જોગણીમાના એક અવતાર એવા ચામુંડા મા બિરાજે છે. 1હજાર 173 ફૂટ ઊંચાઇ પર બિરાજિત ચામુંડા મા એ હિંદુઓના કુળદેવી છે. પૂનમના દિવસે અહીં પગ મૂકવાની પણ જગ્યા ન હોય.

આખા ગુજરાતમાં ક્યાંય ક્યાંયથી લોકો માતાજીના દર્શન કરવા ચોટીલા આવે છે. અંદાજિત એક હજાર જેટલા પગથિયા ચઢીને જઇએ ત્યારે માતાજીના દર્શન થાય છે. ડુંગરની ટોચ પર માતાજીનું સ્થાન છે. ત્યારે આજે આપણે જાણીએ ચોટીલા મંદિર સાથે જોડાયેલી કેટલીક દંતકથા, અને રોચક ઇતિહાસ વિશે.

ચામુંડા નામ કેવી રીતે પડ્યુ ?

હજારો વર્ષ પહેલાની આ વાત છે. જ્યારે પૃથ્વી પર ચંડ અને મુંડ નામના રાક્ષસો હતા. આ બંને રાક્ષસોએ લોકોનું જીવવુ હરામ કરી નાંખ્ય હતું. પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી તેમજ રાક્ષસો ઋષિ મુનિઓને પણ ખૂબ ત્રાસ આપતા.

એક દિવસ બધા લોકો અને ઋષિમુનિઓએ ભેગા થઇને આ રાક્ષસોથી બચવા માટે માતાજીની આરાધના કરવાનું શરુ કર્યુ. ઋષિમુનિઓએ યજ્ઞ કરીને માતાજીનુ આહ્વાન કર્યુ અને હવન કુંડમાંથી એક ચમત્કારિક રીતે આદ્ય શક્તિ પ્રગટ થયા. આ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના બંને રાક્ષસોનો વધ કર્યો ત્યારથી આ મહાશક્તિ ચામુંડા તરીકે ઓળખાય છે.

શું છે માન્યતા ?

ગુજરાતમાં યાત્રાધામો પૈકી એક પૌરાણિક યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર છે. એવુ પણ કહેવાય છે કે ચામુંડા એ તાંત્રિકની દેવી પણ છે. જો કોઇ તમારી પર મેલી વસ્તુનો પ્રયોગ કરીને તમને હેરાન કરતુ હોય તો ચામુંડા માતાનું નામ લેવાથી ખરાબ તત્વોનો નાશ થાય છે.

વળી એવી પણ માન્યતા છે કે જે સ્ત્રીના વાળ ખૂબ જ ખરતા હોય તો માતાજીને ખોટો ચોટલો ચઢાવવાથી માનતા રાખે તો તેના વાળ લાંબા અને ઘટાદાર બની જાય છે. ચોટીલામાં યાત્રાળુઓ દૂર દુરથી દર્શન કરવા માટે આવે છે ચામુંડા માતાજી એ બધાની મનોકામના પૂર્ણ કરે છે ઘણા લોકો તો દૂરથી પગપાળા માતાજીના દર્શન કરવા માટે આવે છે.અહીં આવનાર ભક્તોને માતાજી હાજરાહજુર હોવાનો અનુભવ થાય છે.

ચોટીલા ડુંગર પર સાંજની આરતી બાદ કેમ કોઇ રોકાતુ નથી ?

ચોટીલામાં રોજના હજારો ભક્તો માતાજીના દર્શન કરવામાં આવે છે. વહેલી સવારથી સાંજની આરતી સુધી ડુંગર પર ભક્તોની અવર જવર રહે છે. પરંતુ સાંજની આરતી બાદ પૂજારી સહિત તમામ લોકો ડુંગર પરથી નીચે ઉતરી જાય છે. મંદિરમાં પૂજારી પણ રોકાતા નથી. માત્ર માતાજીની મૂર્તિ સિવાય કોઇ પણ મનુષ્ય ત્યાં ફરકતુ નથી.

એની પાછળ લોકોમાં એક એવી માન્યતા છે કે આજના દિવસે પણ કાલભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકી કરે છે. માતાજીની રક્ષા કરે છે. સાથે એમ પણ કહેવાય છે કે રાત્રે ડુંગર પર સિંહ પણ ફરતો જોવા મળે છે. માત્ર નવરાત્રિના દિવસોમાં જ પૂજારી સહિત પાંચ વ્યક્તિઓને ડુંગર પર રહેવાની માતાજીએ મંજૂરી આપી છે. મહત્વનું છે કે ચામુંડાની સિંહ પર સવારી છે. એક હાથમાં ત્રિશૂલ અને તલવાર જેવા શસ્ત્રો હોય છે. મા ચામુંડાનો નિવાસ વડના વૃક્ષ પર હોવાનું મનાય છે.

ચોટીલા ડુંગરના ટ્રસ્ટનું શું છે કહેવુ ?

ચોટીલા ડુંગર ટ્રસ્ટના અમૃતગિરિ દોલતગિરિ ગોસાઇએ જણાવ્યું કે, ડુંગર ઉપર જો રાત્રિ રોકાણ થાય તો તેની પવિત્રતા ન જળવાય એટલા માટે રોકાણ શક્ય નથી. અને કોઇએ પણ રાત્રિ રોકાણ કરવાનું રહેતું નથી અને અમે પણ રાત્રે રોકાતા નથી.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

About admin

Check Also

જલારામ બાપાના સતના પરચા, જાણો એક પણ રૂપિયો દાન લીધા વિના કેવી રીતે ચાલે છે વિરપુરનું અન્નક્ષેત્ર

  સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે વીરપુર રાજકોટથી લગભગ 52 કિ.મી દૂર આવેલું વીરપુર આમ તો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *