Breaking News

2000 વર્ષ જૂનું છે સ્વયંભૂ ચિંતામણ ગણેશનું મંદિર, ઊંધું સ્વસ્તિક બનાવવાથી પૂરી થાય છે દરેક ઈચ્છા

ભારત દેશમાં અઢળક મંદિરો આવેલ છે અને દરેક મંદિરનો અલગ અલગ મહિમા હોય છે. પણ ઘણા એવા મંદિર આવેલ છે જે કેટલાય વર્ષો જૂના છે અને તેનું મહત્વ ઘણું વધુ છે. એવું જ એક મંદિર મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં આવેલ છે. આ મંદિરમાં ચિંતામણ સિદ્ધ ગણેશની બે હજાર વર્ષ જૂની મૂર્તિ છે. જે દેશની ચાર સ્વયંભૂ પ્રતિમાઓમાં સામેલ છે.

ચિંતામણ સિદ્ધ ગણેશ મંદિરમાં આખા વર્ષ દરમિયાન દર્શનાર્થીઓની ભીડ રહે છે, પરંતુ ગણેશોત્સવ દરમિયાન આ મંદિરમાં અલગ જ રોનક જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ગણેશોત્સવ દરમિયાન મંદિર પરિસરમાં સમગ્ર 10 દિવસ સુધી મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. દૂર દૂરથી લોકો ચિંતામણ ગણેશના દર્શન કરવા માટે આવે છે.

ઊંધું સ્વસ્તિક બનાવવાથી પૂરી થાય છે દરેક ઈચ્છા

દેશભરમાં ભગવાન ગણેશની કુલ ચાર સ્વયંભૂ મૂર્તિઓ છે. પહેલી રાજસ્થાનના રણથંભોર સવાઈ માધોપુરમાં, બીજી ઉજ્જૈનમાં, ત્રીજા ગુજરાતના સિદ્ધપુરમાં અને ચોથી મધ્યપ્રદેશના સિહોરમાં. તમને જણાવી દઈએ કે ત્યાં જતાં ભક્તોનું માનવું છે કે મંદિરમાં ઊંધું સ્વસ્તિક બનાવવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. એટલા માટે જ દર્શનાર્થીઓ મંદિરની દિવાલમાં ઊંધું સ્વસ્તિક બનાવે છે અને ઈચ્છા પૂરી થયા પછી સીધું સ્વસ્તિક બનાવી જાય છે.

રાજા વિક્રમાદિત્યએ કરી હતી પ્રતિમાની સ્થાપના

મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં આવેલ ચિંતામણ સિદ્ધ ગણેશ મંદિર વિશે એક પૌરાણિક કથા પણ પ્રચલિત છે. કહેવાય છે કે સમ્રાટ વિક્રમાદિત્ય ભગવાન ગણેશના મોટા ભક્ત હતા અને તેઓ અવારનવાર રાજસ્થાનમાં ભગવાન ગણેશના દર્શન કરવા માટે જતાં હતા. એક વખત એમને ભગવાન ગણેશને પોતાના મહેલમાં સ્થાપિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. એમની પ્રાથનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થયા અને કમળના ફૂલના સ્વરૂપમાં તેમની સાથે જવા માટે તૈયાર થયા હતા.

ભગવાન ગણેશે સમ્રાટ વિક્રમાદિત્યની સામે એક શરત મૂકી હતી કે પરત ફરતા સમયે જ્યાં પણ કમળનું ફૂલ ખીલી પડશે ત્યાં તે સ્થાપિત થઈ જશે. રાજસ્થાનથી પરત ફરતી વખતે અચાનક સિહોર પાસે આવતા જ તેમના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું હતું અને ઘણા પ્રયત્નો પછી પણ રથનું પૈડું નહતું નીકળતું અને વહેલી સવાર થતાંની સાથે જ કમળનું ફૂલ ખીલી ગણેશજીની મૂર્તિમાં ફેરવાઈ ગયું હતું.

વિક્રમાદિત્યએ ગણેશજીની પ્રતિમાને હટાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે જમીનમાં ધસી જતી રહી. અંતે તેમને એ જ ભગવાનની ઇચ્છા સમજીને સિહોરમાં મંદિર બંધાવ્યું અને પ્રતિમા સ્થાપિત કરી હતી. તમને જણાવી દઈએ કે ભગવાન ગણેશની મૂર્તિ હજુ પણ જમીનમાં અડધી દટાયેલી છે.

ગણેશોત્સવ પર ભરાય છે મેળો

ચિંતામણ સિદ્ધ ગણેશ મંદિરમાં ગણેશ ચતુર્થીથી 10 દિવસ સુધી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન દૂર-દૂરથી ભક્તો ભગવાન ગણેશના દર્શન અને આશીર્વાદ લેવા આવે છે. જે દર્શનાર્થીઓ આ મંદિરમાં ભગવાન ગણેશ પાસે નિષ્ઠાપૂર્વક કંઈપણ માંગે છે બાપ્પા તેની દરેક મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરે છે.

About admin

Check Also

જલારામ બાપાના સતના પરચા, જાણો એક પણ રૂપિયો દાન લીધા વિના કેવી રીતે ચાલે છે વિરપુરનું અન્નક્ષેત્ર

  સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે વીરપુર રાજકોટથી લગભગ 52 કિ.મી દૂર આવેલું વીરપુર આમ તો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *