Breaking News

સુરત ડાયમંડ બુર્સ માટે દશેરાનો દિવસ બન્યો ઐતિહાસિક- 983 ઓફિસોનું થશે કુંભસ્થાપન, ડ્રીમ સિટીના ગેટ પર 1 ટનના હીરાની પ્રતિકૃતિ મૂકાઈ

વિશ્વ સ્તરના બનાવેલા ડાયમંડ બુર્સમાં આજે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સ ખાતે આજે ગણેશ સ્થાપના કરવામાં આવશે. ડાયમંડ બુર્સમાં પ્રવેશવા પહેલા ડ્રીમ સિટીનો જે ગેટ બનાવવામાં આવ્યો છે. તે ગેટ ડાયમંડ ઉદ્યોગના પ્રત્યક્ષમાં છે.

આજે ગણેશ સ્થાપના થવા જઈ રહી છે. ત્યારે ડ્રિમ સિટીના ગેટ ઉપર 1 ટનનો ડાયમંડ લગાવવામાં આવ્યો છે. સ્પેશિયલ ક્રેઈનની મદદ લઈને ડ્રીમસિટીના ગેટ ઉપર 1ટન નો હીરો લગાડવાની સાથે સુરત શહેરના હીરા જગતમાં આનંદ ફેલાયો છે. 1 ટનનો ડાયમંડ ડ્રીમસિટીના ગેટ ઉપર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

ડાયમંડ ઘસવા માટે વાપરવામાં આવતી કટોરીના આકારનો ગેટ બનાવવામાં આવ્યો છે. તે ગેટની બરોબર મધ્યમાં 1 ટનનો મહાકાય ડાયમંડ લગાવવામાં આવ્યો છે. ડાયમંડ ખૂબ જ વજનદાર હોવાને કારણે સ્પેશ્યલ ક્રેઇનની મદદ લેવામાં આવી હતી.

17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિધિવત રીતે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે ત્યારે વિજયા દશમીના દિવસે ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના મોટા ઉદ્યોગકારો તેમના પરિવાર સાથે પોતાની ઓફિસમાં શાસ્ત્રોક્ત વિધિવિધાનથી કુંભ ઘડાનું સ્થાપન કરશે

આ અંગે ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ પટેલ એસડીબી કોઓસોસાયટીના પ્રમુખ નાગજીભાઈ સાકરિયા એસડીબી મીડિયા કમિટીના દિનેશભાઈ નાવડિયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આગામી મંગળવારે વિજયાદશમી પર્વ સુરત ડાયમંડ બુર્સ માટે ઐતિહાસિક દિવસ બની રહેશે

સુરતના હીરા ઉદ્યોગકારોએ જે સપનું જોયું હતું તે આખરે સત પ્રતિશત સાકર થવા જઈ રહ્યું છે વિજયા દશમીના પર્વે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના-મોટા ઉદ્યોગકારો તેમના પરિવાર સાથે પોતાની ઓફિસમાં શાસ્ત્રોક્ત વિધિવિધાનથી કુંભ ઘડાનું સ્થાપન કરશે આ વિરલ ઘટનામાં સુરત ડાયમંડ બુર્સના તમામ કમિટી સભ્યો સમેત પાંચ હજારથી વધુ લોકો જોડાશે

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

About admin

Check Also

ગુજરાતી ફેમસ અભિનેત્રી “જાનકી બોડીવાલા” ઘણી મહેનત અને પરિશ્રમ બાદ બની ફેમસ એક્ટ્રેસ! જાણો તેના સંઘર્ષની કહાની

તમે સૌ પ્રખ્યાત અભિનેત્રી જાનકી બોડીવાલાને તો જાણતા જ હશો. જણાવી દઈએ કે, તેનો જન્મ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *