કાચા મકાનમાં રહેતી ઉર્વશી અનેક આર્થિક કઠણાઈઓને પાર કરી આજે કોમર્શિયલ પાયલોટ બની આભમાં ઊંચી ઉડાન ભરી રહી છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કિમોજ ગામની ઉર્વશી દુબે પાયલોટ બની છે. ઉર્વશી દુબે નાનપણમાં રાત્રે બહાર સૂઈને આકાશમાં વિમાન ઉડતુ જોઈને તેની માતાને કહેતી કે, મમ્મી હું પણ એક દિવસ વિમાન આકાશમાં ઉડાવીશ. ઉર્વશીએ આજે પાયલોટ બની પોતાનું સપનું સાકાર કર્યું છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના છેવાડાના કિમોજ ગામમાં ખેડૂત અશોક દુબેના ઘરે ઉર્વશીનો જન્મ થયો હતો. ખેડૂત પરિવાર માંથી આવતી ઉર્વશીને નાનપણથી જ પાયલોટ બનવાની ઈચ્છા હતી.
અથાગ મહેનતના કારણે એમના પિતાએ આખરે ઉર્વશીને પાયલટ બનાવી છે. ઉર્વશીના પ્રબળ ઈચ્છા જોઈને પિતાએ પણ સારો સપોર્ટ કર્યો હતો. ઉર્વશીએ કિમોજની ગુજરાતી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. બાદ પાયલોટ બનવા માટે શું જરૂરી છે તે સમજી આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો.
ઉર્વશીનાં પિતા અને તેના કાકા પપ્પુ દુબેએ ખર્ચ ઉપાડવાનું નક્કી કર્યું હતું. કોરોના કાળ દરમિયાન એમના કાકાનું મૃત્યુ થતાં ઉર્વશીના અભ્યાસમાં મુશ્કેલી ઊભી થઈ હતી.
ઉર્વશીએ ઇન્દોરમાં એડમિશન મેળવ્યું હતું. ઉર્વશી અને એમના પિતાએ બેન્કોમાં પણ લોન માટે આટા-ફેરા કરીને પણ દીકરીને પાયલોટ બનાવી છે. પિતાના દ્રઢ નિર્ણય અને ઉર્વશીના અથાગ પરિશ્રમના કારણે એમના પિતાએ આખરે ઉર્વશીને પાયલટ બનાવી છે.
15 જાન્યુઆરીએ ઉર્વશી દુબેને પાયલોટનું લાયસન્સ મળ્યું છે. માત્ર 22 વર્ષની વયે ઉર્વશીએ પાયલોટ બની જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ઉર્વશીનો ધ્યેય ભવિષ્યમાં બોઇંગ 777 એરક્રાફ્ટ કમાન્ડર બનવાનો છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.