વડોદરામાં મોટી દુર્ઘટના ઘટી છે. હરણી તળાવમાં બોટ પલટી જતાં 13 બાળકો અને 2 શિક્ષકો સહિત 15 લોકોનાં મોત થયા છે. જ્યારે 13 બાળકો અને 2 શિક્ષકને બચાવી લેવાયા છે. કેપેસિટી કરતાં વધુ બાળકોને બેસાડતાં આ દુર્ઘટના ઘટી હોવાનું માનવામાં આવે છે.
આ તમામ બાળકો ન્યૂ સનરાઈઝ સ્કૂલના છે. જે સવારે 8 વાગ્યે પિકનિક પર ગયા હતા. પ્રાથમિક વિગત પ્રમાણે બોટમાં સવાર કોઈએ લાઈફ જેકેટ પહેર્યા નહોતા.
માંડલના મોતિયાકાંડમાં તપાસ કમિટીએ પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે. જેમાં હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક ડોક્ટર ના હોવાનું સામે કહ્યું છે. સાથે જ પેરા મેડિકલ સ્ટાફની ઘટ તથા પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન ઉલ્લેખ છે. હાલ સૂચના ન મળે ત્યાં સુધી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના ધોરણ 1થી 6ના બાળકોને મોટનાથ તળાવની મુલાકાતે લઈ ગયા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા.
આ ઘટનામાં કુલ 15 લોકોના મોત થયા છે. જોકે, ફાયર વિભાગ દ્વારા 10 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર હાલ રેસ્ક્યૂ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. તેમજ હાલ NDRFની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.