Breaking News

શું તમે ભદ્રના કિલ્લામાં માતા ભદ્રકાળીના હાથનું નિશાન જોયું છે? જેની સાથે જોડાયેલી છે એક લોકવાયકા, અમદાવાદ જાવ તો જરૂર જજો આ કિલ્લામાં

અમદાવાદના ભદ્રકાળી મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. આજે દિવાળીનો પાવનપર્વ હોઈ નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતે ભક્તોની ભીડ જામી છે. પ્રકાશના પર્વમાં ભદ્રકાળીના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં ભક્તો સવારે જ પહોંચી ગયા છે.

આવતીકાલથી શરૂ થતુ નવુ વર્ષ શુભ જાય તેની કામના અર્થે વહેલી સવારથી મંદિરમાં ભક્તો ઉમટ્યા છે. અમદાવાદનાં સૌથી જુના અને એતિહાસિક નગરદેવી ભદ્રકાળી મંદિર સાથે અનેક લોકવાયકાઓ જોડાયેલી છે. જેમાં એક લોકવાયકામાં માતાજીના હાથ સાથે જોડાયેલી છે.

માતાજીનો હાથ કિલ્લા પર છે

એક લોકવાયકા અનુસાર નગરદેવી મા ભદ્રકાળી અમદાવાદ છોડીને જઈ રહ્યા હતા. ત્યારે મા ભદ્રકાળીને દરબાને અટકાવ્યો હતો અને ત્યારથી ભદ્ર કિલ્લા ખાતે મા ભદ્રકાળી થાકી ગયા હતા અને તેમણે પોતાનો હાથ કિલ્લાનાં દરવાજા પર મુકયો હતો અને ત્યારથી મા ભદ્રકાળીનાં હાથની છાપ ત્યારથી બની ગઈ છે.

13મી સદીનું મંદિર

વાઘેલા વંશના રાજા કર્ણદેવે આશરે 13મી સદીમાં આ મંદિરની સ્થાપના કરી હતી. કર્ણદેવે આશાવલી ભીલને પરાસ્ત કરી સાબરમતી કિનારે કર્ણાવતી નગરી સ્થાપી. અહમદશાહ બાદશાહે ઈ.સ. 1411માં અમદાવાદ શહેર વસાવ્યું ત્યારે કિલ્લો બનાવ્યો હતો.

અને આ કિલ્લાની રક્ષા કરતાં નગરદેવી માતા ભદ્રકાળી કહેવાયાં. મા ભદ્રકાળીનો પરચો થતાં મુઘલ સુબા આઝમખાન પણ દર નવરાત્રિમાં માતાને ચૂંદડી ચઢાવતા હતા. તો ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ આવ્યા ત્યારે તેમણે પણ નગરદેવીનાં દર્શન કર્યા હતા.

આઠમનું મહત્વ

નવરાત્રિમાં આઠમના દિવસે ભદ્રકાળી મંદિરનું અનેરુ મહત્વ હોય છે. કે અમદાવાદમાં ભદ્રકાળી માતાજી નગરદેવી તરીકે સાક્ષાત બિરાજમાન છે. નવરાત્રીમાં 64 જોગણીઓ બહાર ફરવા નીકળે છે. જેથી ભક્તો માતાજીના આશિર્વાદ લેવા અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે હેતુથી માતાજીના દર્શને આવતા હોય છે.


અને દિલથી માતાજીના દર્શન અને સેવા કરે છે. આઠમ અને નોમના દિવસે માતાજીના દર્શનનો લાહવો લેવા જેવો છે. જેથી ભક્તોની ભારે ભીડ આઠમ અને નોમમાં રહે છે. ભદ્રકાળી મંદિરે રાત્રે આઠમનો હવન શરુ થશે જે સવારે પૂર્ણ થશે.

દિવાળીનાં એક દિવસ પૂર્વે અમદાવાદનાં સહુથી જુના અને સસ્તા ભદ્ર પાથરણા બજાર ખાતે છેલ્લા ઘડીની ખરીદી કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભદ્ર ખાતે ગુજરાતનાં તમામ જિલ્લાઓ અને અમદાવાદ મહાનગરથી ખરીદી કરવા ઉમટી પડતા અનોખો નજારો સર્જાયો હતો.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

About admin

Check Also

જલારામ બાપાના સતના પરચા, જાણો એક પણ રૂપિયો દાન લીધા વિના કેવી રીતે ચાલે છે વિરપુરનું અન્નક્ષેત્ર

  સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે વીરપુર રાજકોટથી લગભગ 52 કિ.મી દૂર આવેલું વીરપુર આમ તો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *