Breaking News

શંખલપુરનું એવું મંદિર જ્યાં બિરાજે છે ટોડા બહુચરમાં, શ્રીફળ અને ચુંદડી ચડાવતા ભક્તની મનોકામના થાય છે પૂરી

આપણા ગુજરાત માં અનેક જગ્યા એ માતાજી ના તીર્થસ્થાનો આવેલા છે જ્યાં માતાજી સાક્ષાત બિરાજી ભક્તો ની મનોકામના પૂર્ણ કરે છે આજે આપની સમક્ષ આવા જ એક મંદિર ની વાત કરવા જઇ રહ્યા છીએ.આ મંદિર શંખલપુર માં આવેલું છે જ્યાં સાક્ષાતમાં બહુચરાજી બિરાજે છે ને લાખો ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

આ મંદિર સાથે અનેક ભક્તોનો વિશ્વાસ અને અતુલ શ્રદ્ધા જોડાયેલી છે તેથી જ અહીં લાખો માં ના ભક્તો દર્શન કરવા માટે આવે છે. મા બહુચરાજી ની ભક્તો પર કાયમ માટે અસીમ કૃપા અને આશીર્વાદ રહેલા છે. તેમના કારણે જ ભક્તો અહીં માનતા રાખે છે અને માં પણ પોતાના દરેક ભક્તોની માનતા પૂર્ણ કરે છે.

માં આ સ્થાને હાજરાહજૂર છે તેણે ઘણીવાર અનેક પરચા પણ બતાવ્યા છે ભક્તો અહીં દૂર દૂરથી મોટી સંખ્યામાં માના દર્શન માટે આવે છે અને એમાં પણ પોતાના દરેક ભક્તો પર દયા રાખીને તેમને આશીર્વાદ આપે છે શંખલપુર ને એક શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં દરેક ભક્તો પોતાના દુઃખ લઈને આવે છે અને મા પણ દરેક ભક્તો પર દયા રાખીને તેના પર સુખનો વરસાદ વરસાવી પાછા મોકલે છે.

તેમજ ભક્તો માતાજીને રાજી કરવા માટે શ્રીફળ તથા ચુંદડી ચડાવે છે મા કોઈપણ ભક્તને ક્યારેય નિરાશ થવા દેતી નથી આ મંદિર સાથે માં બહુચરાજીએ એક ભક્તને આપેલા પરચાની વાત જોડાયેલી છે તેથી જ આજના સમયમાં આ મંદિર દરેક ભક્તો માટે આસ્થાનું પ્રતીક બની ગયું છે.

નવરાત્રીના દિવસોમાં અહીં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો માના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ મંદિર ખૂબ જ આકર્ષક અને સુંદર રીતે બનાવવામાં આવ્યું છે અને મૂર્તિ પણ એવી જ બનાવે છે કે જાણે એમ જ લાગે કે માં સાક્ષાત બિરાજમાન છે મૂર્તિ પણ સૌનું મન મોહી લે તે રીતે ઘડવામાં આવી છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

About admin

Check Also

જલારામ બાપાના સતના પરચા, જાણો એક પણ રૂપિયો દાન લીધા વિના કેવી રીતે ચાલે છે વિરપુરનું અન્નક્ષેત્ર

  સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે વીરપુર રાજકોટથી લગભગ 52 કિ.મી દૂર આવેલું વીરપુર આમ તો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *