ડાકોરથી ૨૫ કિમી દૂર આવેલ મીનાવાડા ગામમાં દશામાંનું ભવ્ય મંદિર છે. અહીંયા હજારોની નહિ પણ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પોતાની માનતા પુરી કરવા આવે છે.
સ્થાનિક લોકો દ્વારા માતાજીએ કળયુગમા આપેલા કેટલાક દાખલા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વર્ષ 1995માં ગામની એક દીકરી જે દશામાંની ભક્ત હતી અને શ્રાવણ માસમા દશામાંના વ્રત કરી રોજ કોઈના ઘરે જઈ આરતી નિત્યક્રમ મુજબ જતી હતી.
ત્યારે એક દિવસ ‘મહોર’ નદીના ખેતરોમા ભેસો ચરાવી પરત સાંજે ફરી રહી હતી. ત્યારે તેની ભેસો ખડીયાત {વહેરા}મા ફસાઈ ગઈ હતી પણ ત્યારે દશામાંની આરતીનો નિત્યક્રમનો સમય થઇ જતા તે દીકરીએ માતા દશામાંને ભેશો બહાર કાઢવા તેમજ આરતી સમયસર કરી શકે તે માટે આજીજી કરી હતી.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જે પ્રાર્થનાથી માતાજી પ્રશન્ન થયા અને સાક્ષાત ત્યાં પ્રગટ થયા હતા અને પાણી વાળા કાદવમા ફસાયેલ ભેસો બહાર કાઢી અને સાક્ષાતતે દીકરીમા હાજર થયા હતા.
આ વાત વાયુવેગે ગામ અને તાલુકામાં ફેલાતા બધા ભેગા મળ્યા હતા અને ત્યારબાદ હાલના મંદિરનો જીણોદ્ધાર કરવામા જ્યાં આજે પણ તે દીકરી માતા દશામાંની સેવાપૂજા કરે છે અને ભક્તોને તે દીકરી સાક્ષાત દર્શન પણ આપે છે.
આ ઉપરાંત મંદિરમા દર્શન કરવાથી વાજણાંના ઘરે પારણા બંધાય છે અને મનની બધી ઈચ્છા માતાજી પૂર્ણ કરે છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન એમપી અને મહારાષ્ટ્ર સહીત કેટલાક દૂરના રાજ્યોથી પણ લોકો દર્શનાર્થે આવે છે.
મીનાવાડા ગામનો 700 વર્ષ જુનો ભક્તિ ભર્યો ઈતિહાસ રહ્યો છે. વર્ષો પહેલા અહીં મીનળ શહેર વસ્તુ હતું અને અહીથી વાણીજ્ય વ્યવહાર થતો હતો પરંતુ એક સમયે પુર આવતા આ શહેર પાણીમાં તણાઈ ગયું ત્યારબાદ બચેલા થોડા-ઘણા હિસ્સાનું નામ મીનાવાડા પડ્યું અને લોકો અહીં રહેવા લાગ્યા।
700 વર્ષ પહેલાઆ નદીના કાઠે મીનળ દેવી એટલે ‘માં દશામાં’ પાર્રીયા {પથ્થર }સ્વરૂપે બિરાજમાન થયા હતા અને આ પાર્રીયાને એક પણ સહેજ અડવાની કે ખસેડવાની ના પાડવામાં આવી હતી જેની નોધ આજે પણ બારોટો ના ચોપડે નોધાયેલી છે. ત્યારવાદ માતાજી શારદા નામની પોતાની ભક્તની ભેસો ફસાઈ જતા તેનામા સાક્ષાત હાજર થયા અને હાલના નવા મંદિર માં બિરાજમાન થયા.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.