અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી થોડા સમયમાં બીજા બાળકના માતા-પિતા બનવા જઈ રહ્યા છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અનુષ્કા શર્મા બીજી વખત ગર્ભવતી છે.
તેણે જલ્દી જ ઘરમાં નવા મહેમાનનું સ્વાગત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અનુષ્કાની પ્રેગ્નન્સીનો દાવો એક મહિના પહેલા જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અનુષ્કાની પ્રેગ્નન્સીના રિપોર્ટ સાચા હોઈ શકે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અનુષ્કા બીજા ત્રિમાસિકમાં છે.
રિપોર્ટ અનુસાર, સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે અનુષ્કા બીજી વખત પ્રેગ્નન્ટ છે અને તેની પહેલી પ્રેગ્નન્સીની જેમ કપલ પોતે પણ ટૂંક સમયમાં આ બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરશે. સૂત્રએ દાવો કર્યો છે કે અનુષ્કા તેની પ્રેગ્નન્સીના કારણે લોકો અને લાઇમલાઇટથી સતત દૂર જ રહી છે.
અન્ય એક સૂત્રના અનુસાર, થોડા જ સમય પહેલા અનુષ્કા અને વિરાટ મુંબઇના એક મેટરનિટી ક્લિનિક પાસે જોવા મળ્યા હતા. ત્યારે વિરાટે તેમના પિકચર ન પાડવાની વિનંતી પાપારાત્ઝીઓને કરી હતી. તેણે મીડિયાકર્મીઓને વચન આપ્યું હતું કે, તે જલદી જ આ બાબતે ઘોષણા કરશે.
અનુષ્કા અને વિરાટે વામિકાના જન્મના બે વરસ પછી પણ હજી તેનો ચહેરો પબ્લિકમાં તેમજ ઓનલાઇન ઝાઝો દખાડતા નથી.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.