Breaking News

પાંચ વર્ષ બાદ ફેમસ ગુજરાતી સિંગર કિંજલ દવે અને પવન જોષીની સગાઇ તૂટી- કારણ માત્ર એટલું હતું કે…

ગુજરાતભરમાં ‘ચાર-ચાર બંગડીવાળી’ ગીતથી ફેમસ થયેલ કિંજલ દવેની સગાઇને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. માત્ર 17 વર્ષની ઉંમરે પોતાના મધુર કંઠથી લાખો લોકોના દિલ જીતી લેનાર કિંજલ દવેની અખાત્રીજના શુભ મૂહુર્તમાં 18 એપ્રિલના રોજ લગભગ પાંચેક વર્ષ અગાઉ પોતાના બાળપણના મિત્ર અને મનીષ જોષીના પુત્ર પવન જોષી સાથે સગાઈ કરી હતી. પરંતુ હવે એકાએક તેઓની સગાઇ તૂટવાના સમાચાર વાયુવેગે પ્રસરાઇ રહ્યાં છે.

ભાઇ આકાશની સગાઇ તૂટતા કિંજલની પણ સગાઇ તૂટી, કારણ સાટા પદ્ધતિ

એવું કહેવાય છે કે, કિંજલ દવે અને તેના ભાઇ આકાશ બંનેની સાટા પદ્ધતિથી સગાઇ કરવામાં આવી હતી. જેમાં કિંજલના ભાઇ આકાશની પવન જોષીની બહેન સાથે સગાઇ કરાઇ હતી. પરંતુ હવે મળતી માહિતી મુજબ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઇ તૂટી ગઇ છે.

જાણો શું હોય છે સાટા પદ્ધતિ?

હજુ પણ કેટલાંક સમાજમાં સાટા પદ્ધતિનો રિવાજ ચાલી રહ્યો છે. જેમાં એક જ પરિવારના છોકરો-છોકરી અન્ય પરિવારના છોકરા-છોકરી સાથે લગ્ન કરે છે. જો એકના લગ્નજીવનમાં ભંગાણ પડે તો બીજાના લગ્ન પણ એ જ ક્ષણે તૂટી જાય છે. પછી ભલે તેઓ એકબીજા સાથે સુખી કેમ ન હોય. આ રિવાજમાં જ્યારે લગ્ન તૂટે ત્યારે બંને પક્ષે ઘણું સહન કરવાનો વારો આવે છે.

બંનેએ પોતાના એકાઉન્ટ પર શેર કરેલી તસવીરો પણ હટાવી દીધી

તમને જણાવી દઇએ કે, કિંજલ દવે કે જેનો જન્મ 20 નવેમ્બર 1999માં ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. જેને બાળપણથી જ ગાવાનો શોખ હતો. તે જ્યારે સ્કૂલમાં ભણતી ત્યારે પણ રજા લઇને ગરબા, લોકડાયરા જેવાં કાર્યક્રમોમાં હાજરી આપવા જતી.

આ કિંજલ દવેની લગભગ પાંચેક વર્ષ અગાઉ પવન જોષી નામના બાળપણના મિત્ર સાથે સગાઇ કરવામાં આવી હતી. જે હવે તૂટી જતા આ સમાચાર ચારે બાજુ વાયવેગે પ્રસરી ગયા છે. વધુમાં સગાઇ તૂટી જતા કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલી તસવીરો પણ હટાવી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોણ છે પવન જોષી?

કિંજલ દવેની જેની સાથે સગાઇ કરવામાં આવી હતી તે પવન જોષી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે. પવન જોષી મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે. તે અમદાવાદમાં બિઝનેસ કરે છે. પવન જોષીને મોડેલિંગ ફોટોનો ખૂબ શોખ છે. સગાઈના દિવસે કિંજલે ચણિયાચોળી પહેરી હતી અને પવન પણ જોધપુરીમાં સજ્જ થયો હતો. સગાઈ થયા બાદ પવને કિંજલ દવેનો એક વીડિયો પણ શેર કર્યો હતો. જે ખૂબ વાયરલ થયો હતો.

જે-તે સમયે વીડિયો શેર કરતા પવને કેપ્શનમાં લખ્યું હતું કે “અને હું તને જ પસંદ કરીશ, સો જન્મોમાં, સો દુનિયામાં, રિયાલિટીના કોઈ પણ વર્ઝનમાં હું તને જ શોધીશ અને તને જ પસંદ કરીશ.” @thekinjaldave ️પ્રેમ અને મસ્તી સાથે પાંચમાં વર્ષમાં પ્રવેશ #4yearsoftogetherness હેપ્પી એન્ગેજમેન્ટ એનિવર્સરી લવ.’ આ સાથે પવને એક હાર્ટવાળું ઈમોજી અને કેમરાવાળું ઈમોજી પણ પોસ્ટ કર્યું હતું. ત્યારે કહી શકાય કે ચાર વર્ષ પૂર્ણ થયા ત્યારે કિંજલ દવે પણ ખૂબ ખુશ હતી. પરંતુ આ રીતે એકાએક બંનેની સગાઇ તૂટી જતા કિંજલના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે.

એક સમયે કિંજલ અને પવન મિત્રો સાથે દુબઇ પણ ફરવા ગયેલા

કિંજલ દવે ગયા વર્ષે પવન જોષી તથા સિંગર ફ્રેન્ડ ઉર્વશી રાદડિયા અને અન્ય કેટલાક મિત્રો સાથે દુબઇ પણ ફરવા ગયેલી. એ સમયે કિંજલ દવેએ દુબઈની તસવીર પણ શેર કરી હતી. જેમાં સફેદ શર્ટ અને ડેનિમ તથા ગોગલ્સ પહેરીને કિંજલે શેર કરેલી તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘તમારી કહાની જાતે લખો. આ મારો ટેસ્ટ છે’.

પિતા અને મનુ રબારીના પ્રયાસથી નાની ઉંમરે કિંજલને આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો

કિંજલ દવેના પિતા કે જેમનું નામ છે લલિતભાઇ દવે. જેઓ હીરા ઘસવાની સાથે-સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવે છે. તેઓ મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો હતો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું.

ત્યાર બાદ કિંજલ દવેનો સિતારો સતત ચમકતો રહ્યો. કિંજલ દવે જ્યારે પણ કોઈ પ્રોગ્રામ કરવા જાય ત્યારે તેની એન્ટ્રી હંમેશા જબરદસ્ત રહેતી હોય છે. તેની એન્ટ્રી હંમેશા ઓડી, મર્સિડીઝ કે BMW જેવી લક્ઝુરીયસ કારમાં જ થતી હોય છે. તેની પાસે હાલમાં પોતાની એક ઈનોવા કાર છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

About admin

Check Also

ગુજરાતી ફેમસ અભિનેત્રી “જાનકી બોડીવાલા” ઘણી મહેનત અને પરિશ્રમ બાદ બની ફેમસ એક્ટ્રેસ! જાણો તેના સંઘર્ષની કહાની

તમે સૌ પ્રખ્યાત અભિનેત્રી જાનકી બોડીવાલાને તો જાણતા જ હશો. જણાવી દઈએ કે, તેનો જન્મ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *