નેપાળમાં કાઠમાંડૂથી 8 કિલોમીટર દૂર એક મંદિર છે, જ્યાં એવી માન્યતા છે કે જો કોઈ રાજપરિવારનું સદસ્ય દર્શન કરે, તો તેનું મૃત્યુ થઇ જાય છે.
નેપાળમાં આવેલ છે રાજપરિવાર માટે શ્રાપ એવું એક મંદિર
ભારત ઉપરાંત દુનિયાના ઘણા દેશમાં પ્રસિદ્ધ હિંદુ મંદિર છે. પાડોશી દેશ નેપાળમાં પણ ઘણા પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર છે, જ્યાં હજારો ભારતીયો દર વર્ષે દર્શન માટે આવે છે. આ જ મંદિરોમાં એક અત્યંત રહસ્યમયી મંદિર પણ છે.
આ મંદિરમાં કોઈપણ સામાન્ય નાગરિક પૂજા કરી શકે છે, પરંતુ નેપાળ રાજપરિવારનાં લોકો આ મંદિરમાં પૂજા કરી શકતા નથી. આવો જાણીએ આ રહસ્યમયી મંદિર વિષે…
કાઠમાંડૂથી 8 કિલોમીટર દૂર છે આ મંદિર
આ પ્રસિદ્ધ મંદિર નેપાળની રાજધાની કાઠમાંડૂથી 8 કિલોમીટર દૂર છે. શિવપુરી પહાડ વચ્ચે સ્થિત આ ભગવાન વિષ્ણુનું મંદિર છે અને આ મંદિરનું નામ બુધાનિલકંઠ છે. આ પ્રાચીન મંદિર પોતાની સુંદરતા અને ચમત્કાર માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. જણાવવામાં આવે છે કે આ મંદિર રાજ પરિવાર માટે શાપ છે. બુધાનિલકંઠ મંદિરમાં રાજપરિવારમાં લોકો શાપનાં ડરને કારણે દર્શન માટે જતા નથી.
રાજપરિવારનાં લોકો આ મંદિરમાં વિષ્ણુની પૂજા કરી શકતા નથી
કહેવામાં આવે છે કે રાજ પરિવારનો કોઈ પણ સદસ્ય આ મંદિરમાં ભગવાન વિષ્ણુનાં દર્શન કરે છે, તો તેનું મૃત્યુ થઈ જાય છે, કેમકે રાજપરિવારને આવો શાપ મળેલ છે. આ કારણે રાજ પરિવારનાં લોકો આ મંદિરમાં પૂજા પાઠ કરવા માટે આવતા નથી. રાજપરિવાર માટે મંદિરમાં ભગવાન વિષ્ણુની બીજી મૂર્તિ પણ છે, જેની તેઓ પૂજા કરી શકે છે.
બુધાનિલકંઠ મંદિરમાં ભગવાન વિષ્ણુ એક પાણીનાં કુંડમાં 11 સાપ પર સુતેલી મુદ્રામાં બિરાજમાન છે. ભગવાન વિષ્ણુની કાળા રંગની આ મૂર્તિ નાગોની સર્પાકાર કુંડળી પર સ્થિત છે. એક પ્રચલિત કથા અનુસાર, એક વાર એક ખેડૂત અહી પોતાનું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન, ખેડૂતને આ મૂર્તિ મળી. 13 મીટર લાંબા તળાવમાં સ્થિત ભગવાન વિષ્ણુની પાંચ મીટર લાંબી આ મૂર્તિ છે.
વિષ્ણુ સિવાય શિવજીની પણ મૂર્તિ અહી છે
આ મંદિરમાં ભગવાન શંકરની પણ મૂર્તિ છે. કથાઓ અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન, જ્યારે વિષ મળ્યું હતું, તો ભગવાન શિવે આ સૃષ્ટિને બચાવવા માટે વિષ પણ પી લીધું હતું. ત્યાર બાદ ભગવાન શિવનાં ગળામાં બળતરા થવા લાગી, તો તેમણે આ બળતરા નષ્ટ કરવા માટે પહાડ પર ત્રિશુળથી વાર કરીને પાણી કાઢ્યું અને આ પાણી પીને તેમણે પોતાની તરસ છીપાવી. શિવજીનાં ત્રિશુળના વારથી નીકળેલ પાણી એક તળાવ બની ગયું. હવે એ જ તળાવને કળયુગમાં ગોસાઈકુંડ કહેવામાં આવે છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.