માતા સતીનાં અંગ જ્યાં-જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠ નાં રૂપમાં સ્થાપના થઈ. ધર્મગ્રંથોમાં કુલ ૫૧ શક્તિપીઠો ની માન્યતા છે. તે શક્તિપીઠો માંથી એક છે માતા હરસિધ્ધિ. અહિયાં માતા સતી ની કોણી પડી હતી. તેમનું મંદિર મધ્યપ્રદેશ ઉજ્જૈન અને ગુજરાતના દ્વારકામાં બંને જગ્યાએ છે.
માતા સતી ની સવાર ની પુજા ગુજરાતમાં અને રાતની પુજા ઉજ્જૈનમાં થાય છે. માતાનું મુળ મંદિર ગુજરાતમાં સ્થિત છે. અહીંથી મહારાજ વિક્રમાદિત્ય તેમને પ્રસન્ન કરીને પોતાની સાથે ઉજજૈન લઈ ગયા હતા. આ વાતની સાબિતી છે કે બંને મંદિરમાં દેવીનો પૃષ્ઠ ભાગ એક જેવો છે.
મહારાજ વિક્રમાદિત્ય ની કુળદેવી માતા હરસિધ્ધિ
મંદિર ને લઈને ઘણી પૌરાણિક કથાઓ છે. માન્યતા છે કે ઉજ્જૈનનાં સમ્રાટ વિક્રમાદિત્યનાં તેઓ કુળદેવી હતા અને તેઓ તેની પુજા કરતાં હતા. ગુજરાતમાં ત્રિવેદી પરિવારના લોકો આજે પણ તેમને કુળદેવી માનીને તેમની પુજા કરે છે. જૈન ધર્મને માનવા વાળા પણ આ દેવી પ્રત્યે ઊંડી આસ્થા ધરાવે છે. તેમની એક કથા ખુબ જ રોચક છે.
માતાની દ્રષ્ટિથી સમુદ્રમાં ડુબી જતી હતી હોડી
ગુજરાતમાં માતાનું મંદિર કોયલા પર્વતના ઓછા શિખર પર સ્થિત માનવામાં આવે છે. પરંતુ હવે માતાની પુજા જે મંદિરમાં થાય છે તે પર્વતથી થોડી નીચે છે. તેની પાછળ એક રોચક કથા છે. કોયલા પર્વત પર સ્થિત મંદિર માંથી માતાની દ્રષ્ટિ સમુદ્રમાં જ્યાં જતી હતી ત્યાંથી પસાર થતા વહાણ અને હોડી સમુદ્રમાં વિલીન થઇ જતા હતા.
એક વખત કચ્છનાં જગદુ શાહ નામના વેપારી ની હોડી ડુબી ગઈ અને તે ખુબ જ મુશ્કેલીથી બચી શક્યો હતો. ત્યારબાદ વેપારીએ માતાના મંદિરને કોયલા પર્વતની નીચે બનાવ્યું અને માતાને પ્રાર્થના કરી કે તેઓ નવા મંદિરમાં નિવાસ કરે. ત્યારબાદથી સમુદ્રમાં તે જગ્યા પર હોડી ડુબવાની ઘટના બંધ થઈ ગઈ.
આવી રીતે પડ્યું માતાનું નામ હરસિધ્ધિ
હરસિધ્ધિ માતા વિશે કથા એવી પણ છે કે તેમની પુજા ભગવાન શ્રીકૃષ્ણ અને યાદવ કરતા હતા. તેમને મંગલમુર્તિ દેવીના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, પરંતુ જ્યારે તેમની સ્થાપનાથી ભગવાન શ્રીકૃષ્ણ જરાસંધનો વધ કરવામાં સફળ થયા તો યાદવોએ પ્રસન્ન થઈને તેમનું નામ હરસિધ્ધિ રાખી દીધું.
આ રીતે હરસિધ્ધિ માતાના ચરણોમાં થયું વિક્રમાદિત્ય નું નિધન
રાજા વિક્રમાદિત્ય માતાનાં પરમ ભક્ત હતા. તેઓ દર ૧૨ વર્ષમાં એક વખત પોતાનું માથું કાપીને માતાના ચરણોમાં અર્પિત કરતા હતા. પરંતુ માતાની કૃપાથી તેમનું માથું ફરીથી જોડાઈ જતું હતું. આવું રાજાએ ૧૧ વખત કર્યું. ૧૨મી વખત જ્યારે રાજાએ પોતાનું માથું ચડાવ્યું તો તે ફરીથી જોડાઈ શક્યું નહીં, જેના કારણે તેમનું જીવન સમાપ્ત થઈ ગયું. આજે પણ મંદિરમાં ૧૧ સિંદુર લગાવેલ માથા રહેલા છે. માન્યતા છે કે તે રાજા વિક્રમાદિત્યનાં કપાયેલા માથા છે.
અહીં બિરાજમાન છે દેવી હરસિધ્ધિ
આજે પણ ઉજ્જૈનમાં માતાની આરતી સાંજના સમયે થાય છે અને સવારની આરતી ગુજરાતમાં થાય છે. ઉજ્જૈન હરસિધ્ધિ માતાનું મંદિર મહાકાલેશ્વર મંદિર ની પાછળ પશ્ચિમ દિશામાં સ્થિત છે. બંને મંદિરો ની વચ્ચે એક સમાનતા છે અને તે છે પૌરાણિક રુદ્રસાગર. બંને મંદિરના ગર્ભગૃહમાં માતા શ્રીયંત્ર પર બિરાજમાન છે.
અહીંયા છે એક પવિત્ર પથ્થર
તંત્ર સાધના માટે ઉજ્જૈનમાં સ્થિત હરસિધ્ધિ માતાનું મંદિર ખુબ જ પ્રસિદ્ધ થશે. માતા હરસિધ્ધિ ની આસપાસ મહાલક્ષ્મી અને મહાસરસ્વતી પણ બિરાજમાન છે. માતાનાં મંદિરમાં શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર પર સ્થિત છે. જ્યાં કાલસર્પ દોષના નિવારણ માટે પુજા કરવામાં આવે છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.