Breaking News

મીનાક્ષી દવે અને ખજુર ભાઈની ખાસ તસ્વીરો આવી સામે, ખૂબ જ સુંદર લાગી રહી છે મીનાક્ષી દવે, જુઓ તસ્વીરો…

આપણા ગુજરાતમાં ગરીબોના મસીહા ખજુરભાઈથી આજે કોઈ અજાણ નથી. ખજુરભાઈ આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યા છે. જ્યારથી ખજુર ભાઈની મીનાક્ષી દવે સાથે સગાઈ થઈ છે ત્યારથી એક પછી એક તેમની અને મીનાક્ષી દવેની સુંદર તસવીરો સામે આવી રહી છે.

ખજુરભાઈ અને મીનાક્ષી દવેની મુલાકાત પણ ખૂબ જ રસપ્રદ છે. રાજી મા ગામમાં રહેતા ખજુર ભાઈ અને તેમનો પરિવાર મીનાક્ષી દવેના પરિવારને હનુમાન ગઢી સ્થિત હનુમાનજી મંદિરે મળ્યો હતો.

 

ખજુર ભાઈની માતાને મીનાક્ષી દવેનો સ્વભાવ ગમ્યો અને ખજુર ભાઈની માતાએ મીનાક્ષી દવેના પિતાને તેની પુત્રીના લગ્ન માટે હાથ માંગ્યો.

તે સમયે મીનાક્ષી દવેના પરિવાર માટે એક સ્વપ્ન હતું અને તે સંમત થયા હતા. હાલમાં ખજુર ભાઈ અને મીનાક્ષી દવેના ફોટા વાયરલ થયા છે. જેમાં બાની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે.

મીનાક્ષી દવે ગુલાબી ચોલીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે, જ્યારે ખજુરભાઈ શેરવાનીમાં તેનો સાથ આપી રહ્યા છે.લોકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.

 

સગાઈ બાદ પણ બેઈન એક પછી એક કેફેમાં જોવા મળી હતી અને લોકો આ કપલના વખાણ કરી રહ્યા છે. ખજુરભાઈ ગરીબોની મદદ માટે ગુજરાતના ગામડે ગામડે જાય છે. લોકોને ઘર સિવાય જીવન જરૂરી તમામ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે.

મીનાક્ષી દવે અમેરલી જિલ્લાના દોલતી ગામના વતની છે. તેમના પિતા સિંચાઇ ખાતમાં નોકરી કરે છે, જ્યારે તેમની માતા હાઉસ વાઈફ છે. આ ઉપરાંત મીનાક્ષી દવેને 3 મોટી બહેનો છે અને 1 ભાઇ પણ છે.

મીનાક્ષીએ ફાર્મસીમાં બેચરલ કરેલું છે. તેઓ ચોથા ધોરણથી હોસ્ટેલમાં રહ્યા હતા. મીનાક્ષી હોસ્ટેલમાં રહેવાનું પસંદ ન હતું, પરંતુ ધીમે ધીમે તેઓ હોસ્ટેલ લાઇફમાં સેટ થતા ગયા.

હાલમાં તેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને અમદાવાદમાં નોકરી કરે છે. તો આ તરફ નીતિન જાની ઉર્ફ ખજૂરભાઇએ પૂણેમાં બીસીએ બાદ પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરીને આઇટી ફિલ્ડમાં નોકરી શરૂ કરી હતી.

પરંતુ 70 હજારના પગારવાળી નોકરી છોડીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ક્રાઉડ મેનેજમેન્ટ, પ્રોડક્શન અને ધીમે ધીમે ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું. હાલમાં તેઓ પોતાની યૂટ્યુબ ચેનલ ચલાવે છે.

હવે જોઇએ કે નીતિન અને મીનાક્ષી કઇ રીતે સંપર્કમાં આવ્યા. તો બન્યું એવું કે, નીતિન જાની એકવાર સાવરકુંડલાના દોલતી ગામે સેવાકાર્યના અર્થે ગયા હતા. જ્યાં અંધ દાદીમાનું ઘર બનાવી આપ્યું હતું.

ત્યારે સમગ્ર ગામના લોકોએ નીતિન જાનીને રૂબરૂ જોયા અને મોટા ભાગના લોકો તેમની સાથે ફોટો ક્લિક કરાવવા લાગ્યા. તેમાના એક મીનાક્ષી દવે પણ હતા. પરંતુ તે સમયે કંઇ જ ન હતું.

બાદમાં થોડો સમય પસાર થયો અને ખાંભા નજીક હનુમાનગઢમાં આવેલા હનુમાજીના મંદિરે નીતિન જાનીનો પરિવાર આવ્યો હતો અને ત્યાં જ મીનાક્ષી દવેનો પરિવાર પણ હતો.

તે દરમિયાન બન્નેનો પરિવાર એકબીજાને મળ્યો અને નંબરની આપલે થઇ હતી. તે જ સમયે નીતિન જાનીના મમ્મીને મીનાક્ષીનો સ્વભાવ ખૂબ જ ગમી ગયો હતો. ધીમે ધીમે બન્ને પરિવાર વચ્ચે વાતો શરૂ થઇ.

ત્યારે મીનાક્ષીને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે, નીતિન તેમના લાઇફ પાર્ટનર બનશે.થોડા સમય પછી નીતિન જાનીના મમ્મીએ મીનાક્ષીના ઘરે માગું નાંખ્યું અને આ વાત સાંભળી મીનાક્ષી ખૂબ ખુશ થઇ હતી.

મીનાક્ષીએ એકપણ ક્ષણનો વિચાર કર્યા વિના જ સંબંધ માટે હા પાડી હતી. કારણ કે, મીનાક્ષી માટે આ ખુશખબર હતા. મીનાક્ષી પોતાની જાતને નસીબદાર માને છે કે, તેમના લગ્ન નીતિન જાની સાથે નક્કી થયા છે.

નીતિન જાની એક સેલિબ્રિટી છે. તેઓ પોતાના સરળ સ્વભાવને કારણે લોકોના દિલમાં જગ્યા બનાવે છે. આજે અનેક જગ્યાએ તેઓ સેવાનું કાર્ય કરી રહ્યા છે અને પોતા પાસે રહેલા પૈસા બીજાની ખુશી માટે વાપરે છે.

નીતિનનો આ સ્વભાવ મીનાક્ષીને પહેલાથી જ પસંદ હતો અને આખરે તેની હમસફર બનવાની તક મળી. આ ઉપરાંત નીતિન જાનીને પણ મીનાક્ષીનો સ્વભાવ ખૂબ ગમ્યો અને કેટલીક ધાર્મિક વાતોથી મીનાક્ષીએ નીતિનના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.

છેલ્લે સગપણ નક્કી થયા બાદ નીતિન જાનીએ જ મીનાક્ષીને પહેલો ફોન કર્યો હતો અને વાતચીત શરૂ કરી હતી.એવું પણ નથી કે, સગાઇ પહેલા તેઓ મળ્યા હોય. સગાઇ નક્કી થતા શોપિંગમાં વ્યસ્ત થયા અને બન્ને સગાઇમાં જ પહેલી વખત મળ્યા હતા.

સગાઇ બાદ બન્નેની મુલાકાત સુરતના એક કેફેમાં થઇ હતી. હાલમાં તેઓએ લગ્નની તારીખ નક્કી નથી કરી પરંતુ ટૂંક સમયમાં લગ્નગ્રંથીથી જોડાઇ શકે છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

About admin

Check Also

ગુજરાતી ફેમસ અભિનેત્રી “જાનકી બોડીવાલા” ઘણી મહેનત અને પરિશ્રમ બાદ બની ફેમસ એક્ટ્રેસ! જાણો તેના સંઘર્ષની કહાની

તમે સૌ પ્રખ્યાત અભિનેત્રી જાનકી બોડીવાલાને તો જાણતા જ હશો. જણાવી દઈએ કે, તેનો જન્મ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *