Breaking News

ક્યાંક અંતિમયાત્રા તો ક્યાંક જનાજો : હરણી તળાવ બોટ દુર્ઘટનામાં હોમાયેલા લોકોના એક બાદ એક મૃતદેહો અંતિમક્રિયા માટે નીકળ્યા

વડોદરા શહેર સહિત ગુજરાત 18/01/24ને ગઈકાલનો દિવસ ક્યારેય ભૂલી શકશે નહીં. વડોદરાના હરણી તળાવમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલનાં બાળકો અને શિક્ષકો ફરવા માટે પહોંચ્યાં હતાં. જ્યાં ક્ષમતા કરતાં વધુ લોકોને બોટમાં બેસાડતા બોટ પલટી ગઈ હતી.

આ દુર્ઘટનામાં 12 બાળક અને બે શિક્ષકોનાં મોત નીપજ્યાં છે. ઘટના બાદ શહેરની બે હોસ્પિટલમાં મૃતદેહો અને બાળકોના વાલીઓનો વલોપાત દેખાઈ રહ્યો હતો. આજે બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકો અને શિક્ષકોના મૃતદેહોની પરિવારજનો દ્વારા અંતિમવિધિ કરવામાં આવી હતી.

આ દુર્ઘટનામાં 12 બાળક અને બે શિક્ષકોના મોત નીપજ્યા છે. હરણી તળાવ બોટ દુર્ઘટનામાં હોમાયેલા લોકોના એક બાદ એક મૃતદેહો અંતિમયાત્રા માટે નીકળ્યા, વડોદરા શોકમગ્ન. એક દીકરીનો જનાજો તો બીજી દીકરી હોસ્પિટલમાં.

આ ઘટનામાં કુલ 15 લોકોના મોત થયા છે. જોકે, ફાયર વિભાગ દ્વારા 10 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર હાલ રેસ્ક્યૂ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. તેમજ હાલ NDRFની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે.

કોન્ટ્રાક્ટરની બેદરકારી કહો કે પછી શાળા સંચાલકની પણ એક બેદરકારીએ શિક્ષકો સહિત 14 બાળકોનો જીવ લઈ લીધો છે. બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતાં 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

About admin

Check Also

ગુજરાતી ફેમસ અભિનેત્રી “જાનકી બોડીવાલા” ઘણી મહેનત અને પરિશ્રમ બાદ બની ફેમસ એક્ટ્રેસ! જાણો તેના સંઘર્ષની કહાની

તમે સૌ પ્રખ્યાત અભિનેત્રી જાનકી બોડીવાલાને તો જાણતા જ હશો. જણાવી દઈએ કે, તેનો જન્મ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *