પોપટભાઈ આહીર ને તો ગુજરાત સહીત ભારતભર માં લોકો ઓળખતા થઇ ગયા છે અને હવે તો તેમના વિડિઓ દેશ વિદેશ માં વાયરલ થતા રહે છે સેવાભાવી પોપટભાઈ હમણાં જ પોતાના જીવન ના બીજા મહત્વ ના પડાવ માં પહોંચ્યા છે અને તેમની મંગેતર પાયલ સાથે જીવન ની નવી શરૂઆત કરી છે ત્યારે આવો જાણીએ પાયલ અને પોપટભાઈ ની અજાણી વાતો…
પાયલ મૂળ તળાજા નજીક આવેલા પાવઠી ગામનાં વતની છે અને હાલમાં સુરતમાં તેઓ પોતાના પરિવાર સાથે રહે છે. હાલમાં તેઓ ગવર્નમેન્ટ પરીક્ષાઓ માટેની તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યાં છે.
રજની આહીરને સોશિયલ મીડિયા ઉપર રહીને કામ કરવું ગમે છે જ્યારે પાયલ તેનાથી વિપરીત છે. તેમને સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહેવું જરા પણ ગમતું નથી. પોપટભાઈએ પોતાની પહેલી મુલાકાત અંગે જણાવ્યું કે, પાયલ સાથે પહેલી મુલાકાત મારાં પરિવારજનોએ કરાવી હતી.
હું હંમેશાં એવું વિચારતો કે એવા પાત્ર સાથે લગ્ન કરવા છે કે જે મને જીવનમાં આગળ વધવા માટેની પ્રેરણા આપે, ખરેખર પાયલ ખૂબ જ દયાળુ અને લાગણીશીલ છે. તેની ભાવના પણ ખૂબ જ સારી છે. એટલે હવે તેઓ અમારી સાથે જોડાયાં છે ત્યારે તેમના થકી સમાજને શું મેસેજ આપી શકીએ છીએ તે એ સૌથી મોટી વાત છે.
પોપટભાઈ હસતાં હસતાં કહે છે કે, આજે સોશિયલ મીડિયાના માધ્યમથી લગભગ સમગ્ર ગુજરાતમાં મોટા ભાગના લોકો મને ઓળખે છે પણ જ્યારે મારી પહેલી મુલાકાત પાયલ સાથે થઈ ત્યારે તે મને ન તો નામથી કે ન તો સોશિયલ મીડિયાથી ઓળખતાં. થોડી અજીબ લાગે તેવી વાત હતી પણ એ સમયે એ વાત સાંભળીને મને ખૂબ જ ગમ્યું.
એ પછી જ્યારે તેમને મારા કામ વિશે ખબર પડી કે હોમલેશ લોકો માટે કામ કરે છે તો તેમને ખૂબ જ ખુશી થઈ. કહેવાય છે ને કે દરેક વ્યક્તિનો જે સ્વભાવ અલગ અલગ હોય છે. એમાં પણ ખાસ કરીને છોકરીઓની એવી ટેવ હોય છે કે જરા પણ ખરાબ જોઈને તેઓ ત્યાંથી દૂર જતાં રહેતાં હોય છે, આવું તો મારાથી ન થઈ શકે એટલે તેમના સ્વભાવની પરીક્ષા કરવા માટે હું તેમને રેસ્ક્યુ કરવા માટે સાથે લઈ ગયો.
જ્યાં એ ભાઈ પેન્ટમાં જ પેશાબ કરતા હતા. તેમના શરીરમાંથી અને મોંમાંથી દારૂની દુર્ગંધ મારતી હતી. છતાં પણ મેં જોયું તો તેમણે આખા રેસ્ક્યુ દરમિયાન જરા પણ કોઈ ફરિયાદ નથી કરી. આ જોઈને મને પણ ખૂબ જ ખુશી થઈ હતી. એ પણ એવું માને છે કે સમાજને કઈ રીતે સારો બનાવી શકું. તેમનો લોકહિતનો સ્વભાવ પણ મને ખૂબ જ ગમ્યો અને તેના આધારે મેં તેમની પસંદગી કરી.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.