Breaking News

ખજૂરભાઈ બાદ હજારો ગરીબોના ભગવાન સમાન પોપટભાઈ આહીર પણ ચઢ્યા ઘોડીએ, લગ્નની આ ખાસ તસ્વીરો આવી સામે… જુઓ

દુનિયામાં બે પ્રકારના લોકો જોવા મળતા હોય છે જેમાં એક પાસે કરોડો રૂપિયા કે અરબોની સંપત્તિ હોવા છતાં તે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ નથી કરતો હોતો જયારે બીજો પ્રકાર એવો વ્યક્તિનો હોય છે જેની પાસે ભલે કરોડોની સંપત્તિના હોય પણ તે બીજાની ખુશીમાં પોતાની ખુશીને શોધતો હોય છે.

એવામાં હાલ તો આપણે સૌ કોઈ ગુજરાતના અનેક સમાજસેવીઓ વિશે જાણતા જ હશું જેમાં પોપટભાઈ જેવા અનેક સમાજસેવીના નામ આપણા મોઢે વળગે છે.ઘણા ઓછા લોકો પોપટભાઈ આહીર વિશે જાણે છે.હાલ રાજ્યમાં પોપટભાઈ ફાઉન્ડેશન નામની સમાજસેવી સંસ્થા ચાલી રહી છે.

હાલ પોપટભાઈની સફળતા એટલી છે કે દરેક લોકો તેમને ઓળખે છે, તમને જણાવી દઈએ કે પોપટભાઈનું નામ અસલી નામ રજનીભાઇ છે પરંતુ હાલ તેઓને બધા પોપટભાઈ તરીકે જ ઓળખે છે, આવું થવા પાછળ પણ એક ખુબ રસપ્રદ વાત જોડાયેલી છે.

રજનીભાઇને નાનપણથી જ બોલબોલ કરવાની ખુબ આદત હતી આથી તેઓના કાકાએ તેમનું નામ પોપટ રાખ્યું અને ધીરે ધીરે જ લોકો રજનીભાઇ ભૂલીને તેઓને પોપટભાઈ તરીકે ઓળખવા લાગ્યા.

પોપટભાઈના અભ્યાસ વિશે વાત કરીએ તો તેઓએ ભાવનગરના અનાથાશ્રમમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સુરતની પીપી સાયન્સ કોલેજમાં B.sc નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો જે બાદ તેઓએ સમાજસેવાનો મોરચો સંભાળીને જરૂરિયાતમંદ લોકોની મદદે આવી ચુક્યા હતા.

એવામાં તમને ખબર જ હશે કે પોપટભાઈ આહીરની સગાઈ થઇ ચુકી હતી જેની અનેક તસવીરો તથા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

તમે સોશિયલ મીડિયા પર પોપટભાઈ આહીરની સેવાકીય કામના વિડીયો અને ફોટા જોતા જ હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર પોપટભાઈ આહીરના લગ્નના ફોટા ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

તેમના લગ્નના ફોટા અને વિડીયો જોઈને લોકો તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી રહ્યા છે. ખજૂર ભાઈની જેમ હવે પોપટભાઈ આહીર પણ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે.

છેલ્લા ચાર પાંચ દિવસથી સોશિયલ મીડિયા પર પોપટભાઈ આહીર ના લગ્નની અલગ અલગ રસમોના કેટલાક ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોપટભાઈ આહીરના, ફુલેકાના ત્યારબાદ સંગીત સંધ્યાના અને લગ્નના ફોટા વાયરલ થઈ રહ્યા છે.

પોપટભાઈ આહીરે તેમના ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે વરઘોડામાં તેમના સગા સંબંધીઓ અને મિત્રો બરાબર નાચી રહ્યા છે. પોપટભાઈએ પણ રાજા જેવા કપડાં પહેર્યા છે અને એક ખાસ વિધિ વિશે તેઓ વીડિયોમાં વાત કરતા પણ જોવા મળે છે. પોપટભાઈએ જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગમાં આ એક ખાસ વિધિ છે જેને વાના વિધિ કહેવામાં આવે છે. આ વિધિમાં મામાના ઘરે વાના ખાવા માટે જવાનું હોય છે.

જેના બાદ પોપટભાઈ પણ ત્યાં પોહોંચેં છે અને મામાના ઘરે બધા જ મોસાળિયાઓ પ્રેમથી પોપટભાઈને વાનો ખવડાવે છે. જેના બાદ પોપટભાઈને રાજાની જેમ તૈયાર કરવામાં આવૅ છે અને તે ગાડીમાં બેસીને બીજા એક ઠેકાણે જાય છે. જ્યાં તેમના માટે ઘોડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

પોપટભાઈ ઘોડીએ ચઢી જાય છે અને પછી ઢોલીઓ બરાબર ઢોલ વગાડે છે અને સૌ કોઈ ઉત્સાહમાં આવીને નાચતા જોવા મળે છે. પોપટભાઈ પણ રાજાની જેમ હવામાં તલવાર લહેરાવે છે અને પછી મામાના ઘરે પહોંચે છે, જ્યાં વિધિ પણ કરવામાં આવૅ છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

About admin

Check Also

ગુજરાતી ફેમસ અભિનેત્રી “જાનકી બોડીવાલા” ઘણી મહેનત અને પરિશ્રમ બાદ બની ફેમસ એક્ટ્રેસ! જાણો તેના સંઘર્ષની કહાની

તમે સૌ પ્રખ્યાત અભિનેત્રી જાનકી બોડીવાલાને તો જાણતા જ હશો. જણાવી દઈએ કે, તેનો જન્મ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *