દેવી વિશ્વંભરીનું નામ વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા શ્લોકમાં જાણીતું છે, પરંતુ તેમનું મંદિર માત્ર ગુજરાતના વલસાડ નજીક આવેલા રાબડા ખાતે જોવા મળે છે. માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરને 10 વિઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે બનાવવામાં આવ્યું છે.
સાથે જ ગૌશાળા પણ બનાવવામાં આવી છે. વિશ્વંભરી ધામ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલા આ મંદિરમાં અનેક દર્શનિય કૃતિઓ અને પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે અહીં આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓનું ધ્યાનઆકર્ષિત કરે છે.
વિશ્વંભરી ધામની આ છે ખાસિયત
– માત્ર 90 દિવસમાં જ વલસાડ નજીકના રાબડા ગામે વિશ્વંભરીધામ પાઠશાળા, ગોવર્ધન પર્વત, ગૌશાળા અને રામકુટિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
– પાઠશાળામાં દાખલ થતાં 17 જેટલા પગથિયાં પર માના 17 વૈદિક ગુણ જોવા મળે છે. પ્રવેશ દ્વાર પાસે શ્રીરામ અને શ્રીકૃષ્ણના દર્શન થાય છે.
– શ્રીરામ કુટુંબ વ્યવસ્થા અને મર્યાદા સમજાવે છે, જ્યારે શ્રીકૃષ્ણ સમાજ વ્યવસ્થા શીખવે છે.
– પાઠશાળામાં મા વિશ્વંભરીએ મહાપાત્રને સાક્ષાત્ સ્વરૂપે જે રીતે દર્શન આપ્યા હતા તે જ સ્વરૂપે મૂર્તિ અને રથ બનાવવામાં આવ્યા છે.
– પાઠશાળાના ઉપરના માળે હિમાલયની રચના કરવામાં આવી છે. જેમાં શિવલિંગના આપણે દર્શન કરી શકીએ છીએ.
– પાઠશાળામાં માનું ચૈતન્ય સ્વરૂપ ત્રણ લોક આકાશ, પાતાળ અને પૃથ્વીને પણ બતાવવામાં આવ્યા છે.
– પાઠશાળાના વિશાળ પરિસરમાં ગોવર્ધન પર્વત જોવા મળે છે. દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાને ગોવર્ધન પરવ્ત ઉંચકીને લોકોને અધર્મના વરસાદથી બચાવ્યા હતા.
– પરિસરમાં આવેલા રામકુટિર જે ત્રેતાયુગની યાદ અપાવે છે.
– આ ધામમાં ખાસ ગૌશાળાનું નિર્માણ કરાયું છે. જેમાં ગીરની ગાયો લાવવામાં આવી છે. આ ગાયોના દૂધ થકી નીકળતી પ્રોડક્ટનું અહીં વિતરણ કરવામાં આવશે.
– સમગ્ર મંદિર ધામમાં સિંહ, વિશાળ ગજરાજ, જીરાફ, વાંદર જેવા અનેક પ્રાણીના મોટા મોટા પુતળાઓ પણ આબેહુબ રીતે બનાવાયા છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.