Breaking News

ડાયમંડ રૂબી નેકલેસ સાથે મેચિંગ રિંગ, જુઓ NMACC લોન્ચ સેરેમેનીમાં અંબાણીની પુત્રવધૂ રાધિકા મર્ચન્ટનો બ્યુટિફૂલ લૂક

રાધિકા મર્ચન્ટ જલદી જ અંબાણી પરિવારની પુત્રવધૂ બનવા જઈ રહી છે. પોતાની ક્યુટ સ્માઈલના કારણે રાધિકાએ સોશિયલ મીડિયામાં પોતાના ઘણા ફેન્સનાં દિલ જીત્યાં છે. સુંદર દેખાવાની સાથે જ રાધિકાની ફેશન સેન્સ પણ શાનદાર છે. આ વાતનો અંદાજો NMACC (નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર) કાર્યક્રમમાં રાધિકા મર્ચન્ટનો આઉટફિટ જોઈને લગાવી શકાય છે.

NMACC કાર્યક્રમની ગ્રાન્ડ ઓપનિંગવાળા દિવસે રાધિકા મર્ચન્ટે બ્લેક અને વ્હાઈટ કલરની ઈન્ડો-વેસ્ટર્ન સાડી પહેરી હતી. રાધિકાએ જે સાડી પહેરી હતી તેમાં વ્હાઈટ કલરના દોરાથી ફ્લોરલ એમ્બ્રોડરી કરેલી હતી. આ સાડીમાં રાધિકાએ મેચિંગ સ્વીટહાર્ટ નેકલાઈન બ્લાઉઝ પહેર્યો હતો. જેમાં બલુન સ્ટાઈલ સ્લીવ્સ હતી.

રાધિકા મર્ચન્ટની સાડીની કિંમત

તમને જણાવી દઈએ કે રાધિકાની આ સાડી shahab-Durazi બ્રાન્ડની છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ સાડીની કિંમત લગભગ 5,85,000 રૂપિયા કહેવામાં આવી રહી છે. આ સાડી સાથે રાધિકાએ ડાયમંડ અને રૂબીનો નેકલેસ, મેચિંગ રિંગ, ડાયમંડ ઈયરરિંગ અને બ્રેસલેટ પહેર્યું હતું. પોતાના લૂકને કમ્પલીટ કરવા રાધિકાએ બોલ્ડ લિપસ્ટિક અને આઈ મેક-અપ કર્યો હતો.

રાધિકા મર્ચન્ટની 52 લાખની બેગ

આ આઉટફિટ સાથે રાધિકાએ સિલ્વર કલરની ‘Hermes Kellymorphose’ બેગ પણ કેરી કરી હતી. જેની કિંમત 52 લાખ કહેવામાં આવી રહી છે. સિલ્વર રંગની મિની બેગમાં ફ્રન્ટ ફ્લૅપ છે જેમાં સિગ્નેચર કેલી ડિઝાઈન તેમજ ચેઈનમેલ બોડી, ટૂંકા પટ્ટા અને ક્લોચ સાથે લોન્ગ શોલ્ડર ચેન છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આર્મ કેન્ડીની કિંમત 63,750 ડોલર એટલે કે 52 લાખ 30 હજાર રૂપિયા છે.

અનંત અંબાણીનું ચમકદાર બ્રોચ

તે જ સમયે, આ ઇવેન્ટમાં અનંત બ્લેક કલરની શેરવાનીમાં સેલ્ફ પ્રિન્ટેડ મોટિફમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. જો કે, અનંતનો કોટ ચાંદીનાં બટનોથી જડાયેલો હતો અને ચમકતો બ્રોચ પણ પહેર્યો હતો જ્યાં દરેકની નજર ગઈ હતી. આ દરમિયાન કપલ પાપારાઝી માટે હાથમાં હાથ નાખીને પોઝ આપતાં જોવા મળ્યાં હતાં.

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગ ઈવેન્ટમાં આખો અંબાણી પરિવાર જોવા મળ્યો હતો. આ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પાર્ટીમાં ધૂમ મચાવી હતી. કપલ ઓલ-બ્લેક કપડાંમાં જોવા મળ્યું હતું. અનંત અંબાણીએ મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે મેચિંગ કર્યું હતું. અનંત અંબાણી બ્લેક કલરના બંધગળા વાળા આઉટફિટમાં જોવા મળ્યા હતા. જ્યારે ખુલ્લા વાળ અને ઈયરિંગ્સ પહેરીને રાધિકાએ પોતાનો ટ્રેડિશનલ લુક પૂરો કર્યો.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

About admin

Check Also

ગુજરાતી ફેમસ અભિનેત્રી “જાનકી બોડીવાલા” ઘણી મહેનત અને પરિશ્રમ બાદ બની ફેમસ એક્ટ્રેસ! જાણો તેના સંઘર્ષની કહાની

તમે સૌ પ્રખ્યાત અભિનેત્રી જાનકી બોડીવાલાને તો જાણતા જ હશો. જણાવી દઈએ કે, તેનો જન્મ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *