22મી જાન્યુઆરીએ રામલ્લા નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેમાં રામ મહોત્સવમાં યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં આમંત્રિત કરવા માટે રામ ભક્તોના સમૂહ ઘરે ઘરે પહોંચી રહ્યા છે અને દરેકને પીળા ચોખા સાથે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે જેથી દરેક વ્યક્તિ આ શુભ દિવસનો શુભ પ્રસંગનો ભાગ બની શકે.
દેશભરમાં વિવિધ સ્થળોએ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં હજારો રામ ભક્તો જોડાય રહ્યા છે કળશ યાત્રાની સાથે ભગવાન રામના સ્વાગત માટે રામ ભક્તો દ્વારા હનુમાન ચાલીસા નો પાઠ કરવામાં આવી રહ્યો છે અને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
જેના કારણે અયોધ્યામાં જ નહીં પરંતુ દેશભરના મંદિરોમાં દીપ પ્રગટાવીને રામ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને આ સાથે મંદિરોમાં સુંદરકાંડ અને અખંડ રામાયણ નો પાઠ પણ કરવામાં આવશે.પરંતુ ચોખાનું મહત્વ શું અને તેમાં પણ પીળા ચોખા શા માટે નિમંત્રણ પત્રિકા સાથે આપવામાં આવે છે પ્રશ્ન તમને બધાને હશે ત્યારે મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર,
ચોખાનો ઉપયોગ કોઈપણ ધાર્મિક વિધિમાં થતો હોય છે અને હિન્દુ ધર્મમાં જ્યારે ધાર્મિક કાર્ય દરમિયાન તિલક લગાવવામાં આવે ત્યારે તેમાં પણ ચોખા લગાડવામાં આવે છે અને એવું કહેવાય છે કે પીળા ચોખાનો ઉપયોગ કરવાથી દેવી-દેવતાઓ તરત પ્રસન્ન થાય છે તેથી આ પ્રસંગે શુભ અવસર પર આમંત્રણ પત્રિકાની સાથે પીળા ચોખા આપવામાં આવી રહ્યા છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.