Breaking News

તારક મહેતાના સેટ પર દુઃખદ સમાચાર – અભિનેતા અને જેઠાલાલના પરમ મિત્રએ લઈ લીધી દુનિયામાંથી વિદાય

આપણા બધાનો ફેવરિટ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થી લઈને ઘણી બધી બૉલીવુડ અને મરાઠી ટીવી શોથી ફેન્સનું મનોરંજન કરનારા ૪૦ વર્ષના એક્ટર સુનીલ હોલકરનું નિધન થયું છે. તેઓની ઉમર ફક્ત 40 વર્ષ હતી. તમને જણાવી દઈએ કે આ અભિનેતાના પરિવારમાં તેની માતા, પિતા, પત્ની અને 2 બાળકો છે.

તેણે છેલ્લે નેશનલ એવોર્ડ વિનિંગ મુવી ‘ગોશ્ટ એકા પૈઠાણીચી’માં કામ કર્યું હતું. તેઓ નાટકો, ફિલ્મો અને ટીવી સિરિયલો ત્રણેય માધ્યમો દ્વારા દર્શકોનું મનોરંજન કરતા હતા. મીડિયામાં પબ્લિશ થયેલી માહિતી અનુસાર અભિનેતા સુનીલ છેલ્લા કેટલાક ટાઇમથી બોડીમાં લીવર સોરાયસીસથી પીડિત હતો. તેણે સારવાર પણ શરૂ કરી હતી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં તેનું પાત્ર દર્શકો આજે પણ યાદ કરે છે. સુનિલને તેના મૃત્યુનો અહેસાસ થઈ ગયો હતો. એટલા માટે તેણે તેના એક નજીકના દોસ્તને વોટ્સએપ મેસેજ કરીને તેનો છેલ્લો સંદેશ બધાને શેર કરવા કહ્યું, જ્યાં તેણે લખ્યું કે, ‘આ તેની છેલ્લી પોસ્ટ છે’.

દરેકને ગુડબાય કહેતા પહેલા તે તેને મળેલા પ્રેમ માટે આભાર કહેવા માંગે છે અને જો તેની ભૂલ થઈ હોય તો તે માફી માંગે છે અને તેનો મિત્ર તેના વતી આ સંદેશ પોસ્ટ કરી રહ્યો છે.

 

જણાવી દઈએ કે અભિનેતા સુનીલ હોલકરે અશોક હાંડેની ચૌરાંગ નાટ્ય સંસ્થામાં કેટલાય વર્ષો સુધી કામ કરેલું હતુ. તેઓ ખાસ કરીને એક્ટર અને વાર્તાકાર તરીકે જાણીતા હતા. 12 વર્ષથી વધુ ટાઈમ તેઓએ થિયેટર દ્વારા રંગભૂમિની સેવા કરી. સુનીલે માત્ર 40 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું. સુનીલ હોલ્કરનું નિધન ચાહકો માટે મોટા આંચકા સમાન છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

About admin

Check Also

ગુજરાતી ફેમસ અભિનેત્રી “જાનકી બોડીવાલા” ઘણી મહેનત અને પરિશ્રમ બાદ બની ફેમસ એક્ટ્રેસ! જાણો તેના સંઘર્ષની કહાની

તમે સૌ પ્રખ્યાત અભિનેત્રી જાનકી બોડીવાલાને તો જાણતા જ હશો. જણાવી દઈએ કે, તેનો જન્મ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *