Breaking News

સાળંગપૂર કષ્ટભંજન દાદાને કરવામાં આવ્યો વિશિષ્ટ શણગાર, જોઈને તમારો દિવસ સુધરી જશે… એકવાર દાદા ના ચરણ સ્પર્શ કરી લો

હિન્દુ ધર્મમાં મંગળવારને ભગવાન હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આથી જ આ દિવસે ભગવાન હનુમાનના ભક્તો વિધિવત રીતે હનુમાનજીની પૂજા અર્ચના અને વ્રત કરે છે.

મિત્રો આજે યાત્રાધામ સાળંગપૂર ગામમાં ભગવાન શ્રી કષ્ટભંજન દેવ એટલે કે હનુમાનજી મહારાજના મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા.

હનુમાનજી દેવને કરવામાં આવ્યો પોપકોર્નનો શણગાર

વડતાલ ધામ શતાબ્દી મહોત્સવ એવમ સતામૃત મહોત્સવ સાળંગપુર ધામ ઉપલક્ષમા સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપૂર ધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. સાળંગપુર ધામ ખાતે દાદાને આજે વિશિષ્ટ રીતે પોપકોર્નનો શણગાર કરવામાં આવ્યો છે.

પરમ પૂજ્ય શાસ્ત્રી એવમ સ્વામી હરિ પ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી શનિવારે કષ્ટભંજન દેવ દાદાની દિવ્ય મુર્તિને સવારે 5:30 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. આ આરતી દરમ્યાન અદ્ભુત પોપકોર્નનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

સવારે સાત કલાકે શણગાર આરતી કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદા હનુમાનના સિંહાસનને પણ વિશેષ પોપકોર્નનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ એક ખાસ આયોજન હતું.

જેમ નવા ફૂલોનું આગમન થયું છે, તેમજ આજની પેઢીને અનુલક્ષીને આ વખતે આ વિશિષ્ટ પોપકોર્નનો શણગાર ભગવાનને ચઢાવવામાં આવ્યા હતા.તેમજ સમગ્ર સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ મંદિર પરિષદની અંદર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ અદ્ભુત દર્શનનો લાભ લાખોની સંખ્યામાં દર્શનાર્થીનો અને હરિભક્તો એ ઉઠાવ્યો હતો. સાળંગપૂર હનુમાનજીને વિશિષ્ટ પોપકોર્નનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો જે ખરેખરમાં ખૂબ જ દિવ્ય લાગી રહ્યો છે. આના સમગ્ર ફોટોસ પણ અહી મૂકવામાં આવેલા છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

About admin

Check Also

જલારામ બાપાના સતના પરચા, જાણો એક પણ રૂપિયો દાન લીધા વિના કેવી રીતે ચાલે છે વિરપુરનું અન્નક્ષેત્ર

  સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે વીરપુર રાજકોટથી લગભગ 52 કિ.મી દૂર આવેલું વીરપુર આમ તો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *