Breaking News

રાજસ્થાનના આલીશાન કિલ્લા માં થયા સ્મૃતિ ઇરાનીની દીકરીના લગ્ન, આવો હતો માહોલ, આખરે 23 વર્ષ પછી તુલસી-મિહીરને જોઇને લોકો થયા ખુશ.. જુઓ તસવીરો

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની મોટી દીકરી શનેલ ઈરાની આખરે ગુરુવારે એનઆરઆઈ ફિયાન્સે અર્જુન ભલ્લા સાથે પરણી ગઈ. આ બ્યૂટીફૂલ કપલના લગ્ન રાજસ્થાનમાં શાહી અંદાજમાં યોજાયા હતા. શનેલ અને અર્જુનના જીવનના ખાસ પ્રસંગ માટે જોધપુર અને નાગૌર વચ્ચે આવેલા ખીમસર કિલ્લાને ત્રણ દિવસ માટે બૂક કરાવવામાં આવ્યો હતો.

7 ફેબ્રુઆરીથી મહેંદી સેરેમની સાથે ફંક્શનની શરૂઆત થઈ હતી, જે લગ્ન સાથે પૂર્ણ થઈ હતી. લગ્ન દરમિયાનની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં દુલ્હન શનેલ રેડ કલરના લહેંગા ચોલીમાં જોવા મળી તો અર્જુને વ્હાઈટ કલરની શેરવાની અને પત્ની સાથે ટ્વિનિંગ કરતાં લાલ પાઘડી પહેરી હતી. તસવીરમાં બંને તેમના માટે બનાવવામાં આવેલા ગ્રાન્ડ વેડિંગ સ્ટેજ પર ઉભા રહી પોઝ આપતાં દેખાયા.

સ્મૃતિ ઈરાનીની દીકરીની તસવીરો સામે આવી

દીકરીના લગ્નમાં સ્મૃતિ ઈરાનીએ વગાડ્યો શંખ

લગ્ન દરમિયાનની સ્મૃતિ ઈરાનીની પણ એક ખૂબ જ સુંદર તસવીર વાયરલ થઈ છે. જેમાં કેટલાક બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી રહ્યા છે તો તેઓ શંખ વગાડી રહ્યા છે. શનેલના લગ્નમાં ભાજપ નેતા તાને સિંહ સોઢાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે એક તસવીર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરી છે.

 

જેમાં તેઓ નવા-નવા સાસુ બનેલા સ્મૃતિ ઈરાની સાથે વાતો કરવામાં વ્યસ્ત છે. તેમનો લૂક એકદમ સિમ્પલ છે. તેમણે લાલ કલરની બનારસી સાડીની સાથે ગળામાં સુંદર નેકલેસ પહેર્યો છે અને વાળ બાંધીને રાખ્યા છે, જેમાં સફેદ કલરના ફૂલ લગાવ્યા છે. આ સાથે તેણે ગોલ્ડન કલરનો બટવો હાથમાં રાખ્યો છે.

2021માં શનેલ-અર્જુને કરી હતી સગાઈ

શનેલ ઈરાનીએ સ્મૃતિ ઈરાનીના પતિ ઝુબિન ઈરાનીના પહેલા લગ્નથી થયેલી દીકરી છે. સ્મૃતિ અને ઝુબિનને બે બાળકો છે- દીકરો ઝોહર અને દીકરી ઝોઈશ. ત્રણેય બાળકો એકબીજા સાથે ક્લોઝ બોન્ડિંગ ધરાવે છે.

ડિસેમ્બર 2021માં સ્મૃતિ ઈરાનીએ તેમના ઈન્સ્ટાગ્રામ પર અર્જુને શનેલને પ્રપોઝ કર્યું તેની તસવીરો શેર કરી હતી અને પરિવારમાં જમાઈનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. બાદમાં તેમણે સગાઈની પણ એક તસવીર શેર કરી હતી અને તેમને આશીર્વાદ આપ્યા હતા.

વ્યવસાયે વકીલ છે શનેલ અને અર્જુન

શનેલ અને અર્જુને 500 વર્ષ જૂના ખીમસર કિલ્લામાં કેમ લગ્ન કર્યા તે પાછળ પણ એક સરપ્રદ કારણ છે. વાત એમ છે કે, અર્જુને અહીંયા જ શનેલને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. તેથી, તેમણે લગ્ન માટે આ કિલ્લો પસંદ કર્યો. શનેલ ઈરાની વ્યવસાયે વકીલ છે અને મુંબઈની ગવર્મેન્ટ લૉ કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો.

તે જ્યોર્જટાઉન યુનિવર્સિટી લૉ સેન્ટરમાંથી LLMની ડિગ્રી મેળવવા વોશિંગ્ટન ડીસી ગઈ હતી. સ્મૃતિ ઈરાનીનો જમાઈ અર્જુન પણ વકીલ છે અને તેનો પરિવાર મૂળ ભારતીય છે. જો કે, અર્જુન કેનેડામાં જ જન્મ્યો છે અને ઉછેર પણ ત્યાં જ થયો છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

About admin

Check Also

ગુજરાતી ફેમસ અભિનેત્રી “જાનકી બોડીવાલા” ઘણી મહેનત અને પરિશ્રમ બાદ બની ફેમસ એક્ટ્રેસ! જાણો તેના સંઘર્ષની કહાની

તમે સૌ પ્રખ્યાત અભિનેત્રી જાનકી બોડીવાલાને તો જાણતા જ હશો. જણાવી દઈએ કે, તેનો જન્મ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *