હસ્તરેખા વિજ્ઞાન પરથી કોઈપણ વ્યક્તિનાં ભવિષ્યને જોઈ શકાય છે. જ્યોતિષની આ વિદ્યા શીખવી સરળ પણ છે. બસ આપણને હથેળી પર બનેલી રેખા વિશે જાણકારી અને ઉપસેલા પર્વત વિશે ખબર પડવી જોઈએ. હાથમાં ઘણી બધી રેખાઓ હોય છે, જે વ્યક્તિનાં જીવન વિશે ઘણું બધું જણાવી શકે છે. શાસ્ત્ર અનુસાર તમે હાથ ની રેખા પરથી કોઈપણ વ્યક્તિનું ભવિષ્ય જાણી શકો છો. હસ્તરેખા શાસ્ત્રમાં શનિ પર્વત અને શનિ રેખાને ઘણું બધુ મહત્ત્વ આપવામાં આવે છે.
આમ તો શનિ રેખા બધા લોકોનાં હાથમાં હોતી નથી પરંતુ જે લોકોનાં હાથમાં હોય છે, તેમનું નસીબ ચમકાવી દે છે. તે વ્યક્તિની આર્થિક સ્થિતિ, ઓળખાણ, સફળતા વગેરેને પ્રભાવિત કરે છે. શનિ રેખાને ભાગ્યરેખા પણ કહેવામાં આવે છે. આ રેખા સામાન્ય રીતે હાથનાં કાંડા પરથી શરૂ થઈને વચ્ચે વાળી આંગળી પરથી નીચેનાં સ્થાને એટલે કે શનિ પર્વત સુધી પહોંચે છે. તો ચાલો જાણી લઈએ તેનાં વિશે વિસ્તારથી.
અહીં હોય છે શનિ રેખા
જે પ્રકારે હાથમાં ધન રેખા ,લગ્ન રેખા, જીવનરેખા અને હૃદય રેખા વગેરે હોય છે. બરાબર તે જ પ્રકારે હાથમાં શનિ રેખા પણ હોય છે. જેને આપણે ભાગ્યરેખા પણ કહીએ છીએ. હસ્તરેખા શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. તેમના જ હાથમાં એવી રેખાઓ હોય છે. આ રેખા મનીબંધ એટલે કે હાથનાં મધ્ય ભાગમાંથી શરૂ થાય છે અને શનિ પર્વત સુધી જાય છે. શનિ પર્વત હથેળીની મધ્યમા આંગળીની નીચે હોય છે.
ઓછી ઉંમરમાં અમીર બનાવે છે શનિ રેખા
જે લોકોનાં હાથમાં કાંડાના ઉપરનાં ભાગ પરથી શરૂ થઈને શનિ રેખા, શનિ પર્વત સુધી જાય છે તો એવા લોકો ખુબ જ ભાગ્યશાળી હોય છે. ઓછી ઉંમરમાં જ તે લોકો સારું બેંક બેલેન્સ બનાવી લે છે. તે ઓછી ઉંમરમાં જ ઘણા બધા પૈસા કમાઈ લે છે અને પોતાની મહેનતનાં દમ પર ઓળખાણ બનાવે છે.
તુટેલી ના હોવી જોઈએ આ રેખા
જો કોઇ વ્યક્તિની શનિ રેખા જીવન રેખા પરથી નીકળીને શનિ પર્વત સુધી જાય છે તો તેને પણ ખુબ જ શુભ માનવામાં આવે છે. આવા લોકો સરળતાથી દરેક કામમાં સફળતા મેળવે છે. બસ શનિ રેખા તુટેલી ના હોવી જોઈએ નહિતર તે ખરાબ ફળ આપે છે.
ઘણા પૈસા કમાઈ છે આવા લોકો
જે લોકોનાં હાથમાં આ રેખા ગુરુ પર્વત પરથી નીકળીને શનિ પર્વત સુધી જાય તો આવા લોકો ઘણા બધા પૈસા કમાય છે. તેમને સુખ-સુવિધાઓથી ભરેલું જીવન જીવવું પસંદ હોય છે. આવા લોકો હંમેશા પૈસાને જ મહત્વ આપે છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.