Breaking News

તારક મહેતા ના સેટ પર જોવા મળ્યા કિંજલ દવે અને મંગેતર પવન જોશી, જાણો કારણ? જેઠાલાલને મળીને ખુશ થઈ ગયાં, જુઓ આ ખાસ તસવીરો થઈ વાયરલ

જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવે પોતાના મંગેતર પવન જોષી સાથે મુંબઈ ફરવા ગઈ છે. મુંબઈ પ્રવાસ દરમિયાન કિંજલ અને પવને પોપ્યુલર ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટની મુલાકાત લીધી હતી. શોના સેટ પર જેઠાલાલ એટલે કે એક્ટર દિલીપ જોષીને મળીને કિંજલ અને પવન ખૂબ ખુશ થયા હતા.

પવને દિલીપ જોષી સાથેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું, “આખરે મારા સૌથી મનપસંદ એક્ટર અને કોમેડીના કિંગ દિલીપ જોષી સર સાથે મુલાકાત કરવાની તક મળી. તમને મળીને ખૂબ આનંદ થયો સર.”

પવન જોષીએ શેર કરેલી તસવીરો તે અને કિંજલ ગડા હાઉસમાં પણ જોવા મળે છે. બાપુજી અને જેઠાલાલના મનપંસદ હીંચકા પર બેસીને કિંજલ અને પવને ફોટો પડાવ્યો હતો. આ સિવાય સેટ પરની બીજી એક તસવીર છે જેમાં ભઈલુનો રોલ કરતો એક્ટર જતીન બજાજ અને જાણીતા ગુજરાતી ગાયક કલાકાર પાર્થિવ ગોહિલ નજરે પડે છે.

આ સિવાય કિંજલ દવેએ પણ એક્ટર દિલીપ જોષી સાથે ફોટો પડાવ્યો હતો. દિલીપ જોષી આ દરમિયાન જેઠાલાલના ગેટઅપમાં જોવા મળ્યા હતા.

પવન જોષીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અંજલીભાભીનો રોલ કરતી એક્ટ્રેસ સુનૈના ફોજદાર સાથેની તસવીર પણ શેર કરી છે. સુનૈના પણ અંજલીના ગેટઅપમાં જોવા મળી રહી છે. સુનૈના અને પવનની સાથે એક્ટર વિશાલ જેઠવા જોવા મળી રહ્યો છે. તેણે પણ આ બંને સાથે ‘તારક મહેતા…’ના સેટની મુલાકાત લીધી હતી.

છેલ્લા 13 વર્ષથી ‘તારક મહેતા…’ સીરિયલ દર્શકોનું મનોરંજન કરી રહી છે ત્યારે તેના ફેન્સ દુનિયાભરમાં છે. સામાન્ય માણસની સાથે સેલેબ્સ પણ આ શોના કલાકારોના ફેન્સ છે. ત્યારે કિંજલ અને પવન જોષી માટે ચોક્કસથી સેટ પર પહોંચીને વર્ષોથી જે કલાકારોને ટીવી સ્ક્રીન પર જોતાં આવ્યા છે તેમને મળવાનો આનંદ અનેરો રહ્યો હશે.

કિંજલ અને પવનની વાત કરીએ તો, 2018માં તેમની સગાઈ થઈ હતી. તેમની સગાઈને ત્રણ વર્ષ થતાં તેમણે થોડા મહિના પહેલા સેલિબ્રેશન પણ કર્યું હતું.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

About admin

Check Also

ગુજરાતી ફેમસ અભિનેત્રી “જાનકી બોડીવાલા” ઘણી મહેનત અને પરિશ્રમ બાદ બની ફેમસ એક્ટ્રેસ! જાણો તેના સંઘર્ષની કહાની

તમે સૌ પ્રખ્યાત અભિનેત્રી જાનકી બોડીવાલાને તો જાણતા જ હશો. જણાવી દઈએ કે, તેનો જન્મ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *