આપણા દેશમાં ઘણાં બધા મંદિરો આવેલા છે જેમાં દરેક મંદિરો સાથે અલગ અલગ કહાની જોડાયેલી છે તો આજે એક એવા જ મંદિરની વાત કરવાની છે જે વલસાડથી આઠ કિલોમીટરના અંતરે પાનેરા ડુંગરાના ઉપર આવેલું છે જ્યાં દેવી ચંદ્રિકા નવદુર્ગા અને મહાકાળી માતાની સ્થાપન કરવામાં આવી છે આ મંદિરમાં ચામુંડા માની ત્રિ મુખી મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી છે આ મંદિરમાં બધી માતાજીની મૂર્તિ છે જેથી નવરાત્રીમાં ભક્તો મોટી સંખ્યામાં જોવા મળે છે.
માતાજીના ભક્તો આખો ડુંગર ચડીને માં ચામુંડાના દર્શન કરવા જતા હોય છે આ ડુંગર પર 1000થી પણ વધારે પગથિયાં છે જે ચડીને મંદિરે જાય છે લોકો પરંતુ ભક્તો માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા ખાસ સુવિધા પણ કરી છે આ મંદિરને એક વાવ પણ આવેલી છે આ મંદિરે આસોસુદ આઠમના દિવસે લોકમેળો ભરાય છે.
અને લાખોની સંખ્યામાં ભક્તો આ મેળામાં જોવા મળે છે આ મંદિરની એવી માન્યતા છે કે નવરાત્રીમાં ગરબા રમવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે તેથી આ દિવસે પાનેરા ગામના લોકો ગરબા રમવા ડુંગર પર જાય છે આઠમના દિવસે આ મંદિરે સરકારી તંત્ર પણ હાજર રહે છે.
જેથી ભક્તો કોઈ પણ જાતની મુશ્કેલીઓના પેટી શકે પારનેરા ડુંગર પર શિવાજી મહારાજની પણ કિલ્લો આવેલો છે જેના પુરાવા આજે પણ છે આ મંદિરે રોજ સવારે અને સાંજ આરતી થાય છે.
માતાજીના ભક્તો પોતાની આસ્થાની સાબિતી અલગ અલગ રીતે આપતા હોય છે અમુક લોકો માતાજીના દર્શન કરવા માટે ચાલીને આવે છે તો અમુક લોકો પગથિયા પર કંકુના ચાંદલા કરે છે તો અમુક પગથિયા પર દીવડા મૂકે છે.
અહીં આવેલો છે ઐતિહાસિક કિલ્લો
શિવાજી મહારાજનો ઐતિહાસિક કિલ્લો પારનેરાનાં આ ડુંગર પર આવ્યો છે. સાથે જ પેશ્વા સમયની અહીં 3 ઐતિહાસિક વાવ આવેલી છે. આ વાવમાં પાણી હજુ સુધી ઘટ્યું નથી. લોકો દૂર દૂરથી તે જોવા માટે આવે છે.
માતાજીના મંદિરમાં સવાર સાંજ આરતી થાય છે. આ યાત્રાધામ ઘણા લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં કોઈ પગ પાળા આવે છે તો કોક પગથિયે સાથિયો પુરે છે, તો ઘણા લોકો પગથીયા પર ફૂલ મુકીને વિવિધ પ્રસાદ ધરાવે છે.
અનોખો છે મંદિરનો ઈતિહાસ
શિવાજી જ્યારે સુરતમાં લૂંટ કરી મહારાષ્ટ્ર તરફ જતા હતા ત્યારે તેમને પારનેરા ડુંગર પર રોકાયા હતા અને માતાજીની ભક્તિમાં લીન થઈ ગયા હતા. તે સમયે શિવાજી પર હુમલાનો પ્રયાસ થયો હતો.
ત્યારે ચામુંડા માતાએ શિવાજીને એક ઘોડો અને તલવાર આપી જે તેમણે કિલ્લા પરથી કુદાવી દીધો હતો અને નદીના બીજા કાંઠે પહોંચ્યા હતા. તેમાં શિવાજીનો જીવ બચ્યો હતો.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.