હિન્દૂ ધર્મમાં હનુમાનજીને શક્તિ, બુદ્ધિ અને ભક્તિના દેવતા માનવામાં આવે છે. હનુમાન દાદા બાળ બ્રહ્મચારી તરીકે ઓળખાય છે. એવી માન્યતા છે કે ભગવાન હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી ભૂત પ્રેત જોડે આવતા નથી. કળયુગમાં હનુમાન દાદાને ચમત્કારી સફળતા આપનાર દેવતા માનવામાં આવે છે. હનુમાન જ્યંતિના દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે.
શાસ્ત્રોના આધારે હનુમાનજી અષ્ટ ચિરંજીવી છે. હનુમાનજીની ભક્તિ કરનાર ને ખૂબ જ બળ, બુદ્ધિ અને વિદ્યા ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. સુરતવાસીઓ માટે હનુમાનજીનું પૌરાણિક મંદિર આસ્થાનું ધામ બની ચૂક્યું છે. પવન પુત્ર હનુમાનજી પણ ભક્તોના તમામ મનોરથ પૂર્ણ કરતા હોવાથી મંદિરમાં ભક્તોની શ્રદ્ધા પણ ઘેરી બનતી જાય છે.
સુરતના ડુંભાલ સ્થિત 16 મી સદીના પૌરાણિક અનોખા હનુમાન મંદિરના દર્શન કરીએ. આ પૌરાણિક મંદિરનું નિર્માણ છત્રપતિ શિવાજી મહારાજના ગૂરૂ સમર્થ રામદાસજીએ કર્યું છે. 300 વર્ષ જૂના ચમત્કારિક લલિતાયંત્ર લાકડામાંથી બનાવાયું છે. આ મંદિરનું શિવાજી મહારાજના ગુરૂએ નિર્માણ કરાવ્યું હોવાની લોકવાયકા છે. મંદિરમાં સમર્થ ગુરૂ રામદાસની પાદુકા અને યજ્ઞક્ષેત્ર છે.
સુરતના ડુંભાલનું પ્રાચીન ઉત્તરમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે. અહીં હનુમાનજી મહારાજની યંત્રરૂપે પૂજા થાય છે. હનુમાન ચાલીસાની એક લાઈન છે, ‘ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે’. આવા લોકો જે નિયમિત રીતે હનુમાન ચાલીસા ના પાઠ કરે છે તેમની પાસે કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા આવતી નથી. હનુમાનજીનું સુરક્ષા કવચ તમારી સાથે રહે છે.
1664માં શિવાજી મહારાજ પણ અહીં રોકાયા હતા. શિવાજીએ અહીં બનાવેલી એક સુંદર ગુફા સીધી 10 કિલોમીટર દૂર ચોકબજાર સ્થિત કિલ્લામાં ખુલતી હતી. હનુમાન જ્યંતિના પર્વે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ હવન અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ભક્તોની સંખ્યા પણ ખૂબ જ વધી જાય છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.