Breaking News

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજના ઘરે દીકરીએ લીધો જન્મ, જુઓ સુંદર ફેમિલીની તસવીરો…

પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ અને તેની એક્ટ્રેસ-મોડેલ પત્ની હેઝલ કીચના ઘરે લગ્નના પાંચ વર્ષ બાદ પારણું બંધાયું છે. યુવરાજ અને હેઝલના ઘરે એક દિવસ પહેલા એટલે કે 25મી જાન્યુઆરીના રોજ દીકરાનો જન્મ થયો છે. કપલે આ ખુશખબરી ફેન્સને સોશિયલ મીડિયા પર આપી છે. આ સાથે તેમણે મીડિયાને પ્રાઈવસી જાળવી રાખવા માટેની વિનંતી પણ કરી છે.

યુવરાજ સિંહ અને હેઝલ કીચે તેમના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા સ્ટેટમેન્ટમાં લખ્યું છે ‘અમને તે જણાવતા આનંદ થઈ રહ્યો છે કે, અમારે ત્યાં આજે દીકરાનો જન્મ થયો છે. આ આશીર્વાદ માટે અમે ભગવાનનો આભાર માનીએ છીએ અને અમે આ દુનિયામાં નાનકડા બાળકને આવકાર્યું હોવાથી અમારી પ્રાઈવસી જાળવી રાખવાની રાખવાની વિનંતી કરીએ છીએ. પ્રેમ, હેઝલ અને યુવરાજ’.

કપલે જેવા આ ગુડ ન્યૂઝ શેર કર્યા કે, તરત જ તેમના ફ્રેન્ડ્સ અને ફેન્સે તેમના પર અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ કરી દીધો. પ્રજ્ઞા કપૂરે લખ્યું છે ‘અભિનંદન, શું અદ્દભુત સમાચાર છે’. તો રિચા ચઢ્ઢાએ કોમેન્ટ કરી છે કે ‘ઓએમજી, અભિનંદન’. આ સિવાય બિપાશા બાસુ, આયુષ્માન ખુરાના, અભિષેક કપૂર, મુનાફ પટેલ, નેહા ધૂપિયા, અંગદ બેદી, રવીના ટંડન, ફરહાન અખ્તર તેમજ પ્રીતિ ઝિન્ટા સહિતના સેલેબ્સે પણ અભિનંદન આપી બાળક પર પ્રેમ વરસાવ્યો છે.

દાદા બનીને યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ પણ ખુશ-ખુશ થઈ ગયા છે. તેમણે દીકરા અને વહુ સાથેની એક થ્રોબેક તસવીર શેર કરી છે અને લખ્યું છે ‘દાદા. લિટલ ચેમ્પ તારું સ્વાગત છે. યુવરાજ સિંહ અને હેઝલ કીચ એમ બંને બાળકોને ખૂબ પ્રેમ’. યુવરાજે પિતાની પોસ્ટ પર મજાની કોમેન્ટ કરી છે, તેણે લખ્યું છે ‘હેલ્લો, દાદા. સીધા તેને નેટ પર લઈ જાઓ’. પૂર્વ ક્રિકેટર અહીં દીકરાને પણ ક્રિકેટ શીખવવાની વાત કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

યુવરાજ સિંહ અને હેઝલ કીચની વાત કરીએ તો, બંનેના લગ્ન 30મી નવેમ્બર, 2016ના રોજ થયા હતા. કપલે ગયા વર્ષે પાંચની વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી.

હેઝલ કીચ 2011માં રિલીઝ થયેલી હિટ ફિલ્મ ‘બોડીગાર્ડ’માં કરીના કપૂરની ફ્રેન્ડનું પાત્ર ભજવીને પોપ્યુલર થઈ હતી, જેમાં સલમાન ખાન લીડ રોલમાં હતો. આ સિવાય તે આમિર ખાનની દીકરી ઈરા ખાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલા એક પ્લેમાં પણ જોવા મળી હતી. 2013માં તેણે રિયાલિટી શો બિગ બોસ 7માં પણ ભાગ લીધો હતો.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

About admin

Check Also

ગુજરાતી ફેમસ અભિનેત્રી “જાનકી બોડીવાલા” ઘણી મહેનત અને પરિશ્રમ બાદ બની ફેમસ એક્ટ્રેસ! જાણો તેના સંઘર્ષની કહાની

તમે સૌ પ્રખ્યાત અભિનેત્રી જાનકી બોડીવાલાને તો જાણતા જ હશો. જણાવી દઈએ કે, તેનો જન્મ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *