ગુજરાતના લોકપ્રિય કથાકાર પૂ. જીગ્નેશ દાદા ‘ રાધે રાધે ‘ ના પરિવારમાં દુઃખદ ઘડી આવી છે, તમને જણાવી દઈએ કે, હાલમાં જ તા. ૧૬-૯-૨૦૨૩, શનિવારણ રોજ રોજ પૂ,જીગ્નેશ દાદાના પિતા શ્રી સ્વ. ભાઈશંકરભાઈ નાનાલાલ ઠાકરનું દુઃખદ નિધન થયું છે. આ દુઃખદ ઘડીમાં ઠાકર પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે. તા.17 સપ્ટેમ્બરના રોજ જીગ્નેશ દાદાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ દુઃખદ સમાચારની જાણ કરવામાં આવી હતી.
પિતાશ્રીના દુઃખદ નિધનથી જીગ્નેશ દાદાને ખુબ જ આઘાત લાગ્યો હતો અને પોતાના પિતાના નિધનનું દુઃખ વ્યક્ત કરતા તેમને કહ્યું હતું કે, દુનિયા માટે કદાચ હું પ્રેરણાત્મક છું પણ મારા પ્રેરણાત્મક મારા પિતાજી છે હું તેના જીવન માથી ખુબ શીખ્યો છું અને હું આજે જે કાંઈ છું એ તેમની બક્ષિસ છે મને.. બસ પ્રાર્થના એક જ છે ઠાકોરજી ને કે મારા પિતાજી ને તેના ચરણ નું સુખ આપે અને અમને પિતાજી ના આશીર્વાદ મળે.
જીગ્નેશ દાદાના તા. 18ના રોજ પાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આજ રોજ પિતૃ વંદનાનો જાહેર આયોજન કરવામાં આવ્યું છે. પિતૃ વંદના અર્થે પૂ. જીગ્નેશ દાદા ‘રાધે રાધે’ ના પિતાશ્રી સ્વ. ભાઈશંકરભાઈ નાનાલાલ ઠાકરને સૂર અને સ્વર દ્વારા ગુજરાતનાં નામાંકીત કલાકારો દ્વારા શ્રધ્ધાંજલી આપવામાં આવશે.
પિતૃ વંદનામાં માયાભાઈ આહિર, સાંઈરામ દવે, નારણ ઠાકર, અલ્પાબેન પટેલ, ઉર્વશીબેન રાદડીયા, બ્રિજરાજ ગઢવી, વિમલભાઇ મહેતા,જયદીપ સોની હાજર રહેશે, આ અંગેની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.