આજના સમયની વાત કરવામાં આવે તો સમાજની અંદર દિવસે અને દિવસે જાગૃતતા વધી રહી છે. અને ઘણી બધી વખત આપણી સામે એવા કિસ્સાઓ આવ્યા છે જેની અંદર કાલે દીકરાઓના મૃત્યુ થતાં પુત્રવધુ ના માતા પિતા બનીને સાસુ સસરા તેમના બીજા લગ્ન કરાવતા હોય છે અને સમાજની અંદર માનવતા મહેકાવતા હોય છે. તેમજ આ પ્રકારનો એક કિસ્સો સુરતની અંદરથી પણ સામે આવ્યો છે.
ખરેખર સુરતની અંદર યોજાતા લગ્નની અંદર સામાજિક જાગૃતતાના સંદેશો પણ આપવામાં આવતા હોય છે અને જ્યારે મોટી વેડ ની અંદર દીકરાના અવસાન પછી પુત્રવધુનું સાસુ સસરા એક કન્યાદાન કરીને નવો ચીલો પાડ્યો છે. સુરતની અંદર આવેલા બેડ વિસ્તારની અંદર નવા મહોલ્લામાં રહેતા દિનેશભાઈના પુત્ર વિમલ નું 15 મહિના પહેલા કાલે મૃત્યુ થયું હતું અને પુત્રવધુની સાથે સમગ્ર પરિવાર પણ આઘાતમાં આવી ગયો હતો.
માતા પિતાએ પોતાના દીકરો ગુમાવ્યો હતો તેનું દુઃખ હતું તેમજ જુવાન જોધ પુત્ર વધુ પણ વિધવા થઈ ગઈ હતી અને તેની સામે આખી જિંદગી હજુ પડી હતી અને આખું જીવન કેવી રીતે પસાર કરશે તેની ચિંતામાં માતા-પિતાની જેમ જ સાસુ સસરા એ પણ ખૂબ વધારે ચિંતા થતી હતી તેમજ બીજા લગ્ન કરાવીને સમાજની અંદર નવો દાખલો બેસાડવા માટે પ્રયત્ન કર્યો હતો. પોતાના પુત્રના અકાળે મૃત્યુ થયા પછી પોતાની જ પુત્ર વધુને દીકરીની જેમ ઘરની અંદર રાખીને અંતે જીવનની નવી શરૂઆત કરવાની પહેલ કરવામાં આવી હતી.
પોતાના દીકરા અને પુત્ર વધુ થકી એક બાળકનો પણ જન્મ થયો હતો અને પુત્ર એકાએક અવસાન પામતા બાળકના માથા ઉપરથી પિતાની છત્રછાયા ગુમાવી બેઠા હતા અને માતાએ પણ પોતાના પતિનો છાયો ગુમાવ્યો હતો અને સમગ્ર પરિવારમાં શોકમગ્ન હતો તેમ જ સાસરી પક્ષે પોતાની પુત્ર વધુ ની દીકરી ની જેમ સાર સંભાળતો લીધી હતી.
પરંતુ તેમના જીવનની શરૂઆત કરવા માટે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને યોગ્ય પાત્ર મળતા પુત્ર વધુ ના લગ્ન દીકરીની માફક જ કરવાનો નિર્ણય કર્યો હતો અને આખરે તેમણે સંપન્ન પણ કરી દીધો હતો. સાસુ સસરા એ પોતાની પુત્ર વધુને લગ્ન કરાવીને વળાવી હતી અને લગ્નની અંદર હાજર તમામ લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી તેમજ પુત્ર વધુ પણ જાણે પોતાના માતા પિતાને વિદાય આપતી હોય તેવી રીતે ધૃષ્ટિ અને ધ્રુસકે રડી પડી હતી.. સાસુ સસરા પણ પોતાની દીકરીને વળાવતા હોય તેવી રીતે અશ્રુભીની આંખે વિદાય આપતા હતા.
સમાજની અંદર આ પ્રકારનો કિસ્સો ખરેખર ઉદાહરણરૂપ છે તેમજ નજીકના પરિવારના જેટલા પણ લોકો આ પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છે તેમજ તેમની આંખો પણ છલકાઈ ગઈ હતી. આજના સમયની અંદર અમારી પુત્રવધુ ના બે પિયર પક્ષ થઈ ગયું છે અને અમારું જીવન પણ ઘર હવે તેમના માટે પિયર પક્ષ રહેશે તેમ જ અમારી યુવાન પુત્ર વધુના ચાર વર્ષનો દીકરો છે અને તેને પણ અમે ભણાવતા હતા અને અમારી પુત્ર બધું પોતાનું સારું જીવન જીવી શકે તે માટે યોગ્ય વ્યક્તિની શોધ કરીએ છીએ તેમ જ સમાજે પોતાના પરિવારની અંદર આવી કોઈ પણ પ્રકારની અકાળે મોતની ઘટના બની હોય ત્યારે પોતાના દીકરાને પુત્ર બધું માટે વિચારવું જોઈએ.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.