Breaking News

રામલલ્લાની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજ થયા ભાવુક, કહ્યું- હું આ ધરતી પર સૌથી નસીબદાર વ્યક્તિ, કોણ છે આ શિલ્પીકાર….જાણો

અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ-પ્રતિષ્ઠા સમારંભમાં હજારો લોકો વચ્ચે રામ લલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકાર અરુણ યોગીરાજ પણ ઉપસ્થિત છે અનેક દાયકાઓ બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.

આ પ્રસંગે હજારો ખાસ લોકો તથા સંત-મહાત્માઓ વચ્ચે અરુણ યોગીરાજે પોતાની ઉપસ્થિતિ અંગે ખુશી વ્યક્ત કરી છે તેમણે કહ્યું મને લાગે છે કે હું આ ધરતી પર સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું ક્યારેક ક્યારેક મને એવું લાગે છે કે હું સપનોની દુનિયામાં છું.

કોણ છે મૂર્તિકાર અરુણ યોગીરાજ

મૂર્તિકાર અરુણ યોગીરાજ કર્ણાટકના મૈસૂરના રહેવાસી છે તેમની અનેક પેઢીઓ આ કામ સાથે સંકળાયેલ છે તેમના પિતા યોગીરાજ શિલ્પી એક ખૂબ જ સારા મૂર્તિકાર છે અને તેમના દાદા બસવન્ના શિલ્પીએ વાડિયાર ઘરાનાના મહેલોમાં પોતાની કલા રજૂ કરેલી અરુણ મૂર્તિકારનો મૈસૂર રાજાના કલાકારોના પરિવાર સાથે સંબંધ છે.

બાળપણથી મૂર્તિ નિર્માણનું કરે છે કામ

અરુણ યોગીરાજે જ ભગવાન રામલલ્લાના બાળ સ્વરૂપની મૂર્તિ બનાવી છે તેમનો પરિવાર વર્ષોથી મૂર્તિ નિર્માણની કામગીરી સાથે સંકળાયેલ છે અરુણ યોગીરાજ 11 વર્ષની ઉંમરથી જ આ કામ કરે છે MBAની ડિગ્રી હાંસલ કર્યાં બાદ કેટલાક દિવસ નોકરી કરી અને ત્યારબાદ મૂર્તિકલાની કામગીરી સાથે જોડાઈ ગયા અયોધ્યા પહોંચતા કહ્યું કે તેમના માટે આ ગૌરવની ક્ષણ છે.

અરુણ યોગીરાજે બનાવી છે અનેક

યોગીરાજે રામલલ્લાની મૂર્તિ ઉપરાંત અન્ય અનેક મૂર્તિ બનાવી છે આ માટે તેમની ખૂબ જ પ્રશંસા પણ થઈ છે અરુણ યોગીરાજે ઈન્ડિયા ગેસ ખાતે સ્થાપિત સુભાષ ચંદ્ર બોઝની 30 ફૂટ ઊંચી મૂર્તિ બનાવી હતી આ ઉપરાંત અરુણ યોગીરાજે ભગવાન આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી મૂર્તિ બનાવી છે આ મૂર્તિની સ્થાપના કેદારનાથમાં કરવામાં આવી છે તેમણે મૈસૂરમાં સ્થાપિત ભગવાન હનુમાનની 21 ફૂટ ઊંચી મૂર્તિ પણ બનાવી હતી.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

About admin

Check Also

ગુજરાતી ફેમસ અભિનેત્રી “જાનકી બોડીવાલા” ઘણી મહેનત અને પરિશ્રમ બાદ બની ફેમસ એક્ટ્રેસ! જાણો તેના સંઘર્ષની કહાની

તમે સૌ પ્રખ્યાત અભિનેત્રી જાનકી બોડીવાલાને તો જાણતા જ હશો. જણાવી દઈએ કે, તેનો જન્મ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *