માતા મોગલ બધા ભક્તોના દુઃખ દૂર કરનાર છે. માતા મોગલ માં શ્રદ્ધા ધરાવતા ભક્તો જ્યારે તેમને યાદ પણ કરે છે તો તેમની ચિંતા દૂર થઈ જાય છે અને મનમાં શાંતિ આપે છે. જેમને માતા મોગલ પર અતૂટ શ્રદ્ધા હોય છે તેમના મનની દરેક ઈચ્છા પૂરી થાય છે. જ્યારે ઈચ્છા પૂરી થાય ત્યારે ભક્તો કબરાવ આવીને માતાના દર્શન કરતા હોય છે. કચ્છના કબરાઉ ઉપરાંત ભાવનગરમાં પણ માતા મોગલ નું ભગુડા ગામ આવેલું છે.
કચ્છ ખાતે મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી આવે છે. માતા મોગલ ના અનેક પરચા અત્યાર સુધીમાં લોકોને મળ્યા છે. તાજેતરમાં જ એક આવા જ યુવકની મનની ઈચ્છા માતાએ પૂરી કરી અને ફરી એકવાર પરચો બતાવ્યો.
આ યુવકને અભ્યાસ કરવા માટે વિદેશ જવું હતું પરંતુ તે ઘણી તૈયારીઓ કરતો હોવા છતાં કોઈને કોઈ વાતે કામ અટકી જતું. તેણે પોતાનું કામ પૂરું પડે એ માટે માતા મોગલ ની માનતા રાખી. તેવામાં પ્રયત્ન કરિયાની સાથે જ તે પાસ થઈ ગયો અને વિદેશ જવાનું નક્કી થઈ ગયું. માનતા પૂરી થતાં તે 5000 રૂપિયા લઈને કબરાવ આવ્યો.
મંદિરે દર્શન કરીને તે મણીધર બાપુને પણ મળ્યો. મણીધર બાપુએ જણાવ્યું કે તે 5000 રૂપિયા શા માટે આપવા માંગે છે. ત્યારે તેને જણાવ્યું કે તેની માનતા હતી કે વિદેશ જવાનું નક્કી થશે તો તે કબરાવ આવીને 5,000 ચડાવશે. ત્યારે મણીધર બાપુએ તેની ઉપર એક રૂપિયો મૂકીને તેને કહ્યું કે આ રૂપિયા તેની બહેનને આપી દેવામાં આવે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.